સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ Reliance Jio User છો? તો આ માહિતી તમારા માટે જ છે…

આજકાલ જમાનો ડિજિટલાઈઝેશનની દિશામાં આગળ વધી રહ્યો છે. દરેક નાનુ-મોટું કામ ઓનલાઈન ડિજિટલી જ થઈ જાય છે. પરંતુ આ વધતાં જતા ડિજિટલાઈઝેશનના સમયમાં સ્કેમર્સ પણ સ્માર્ટ થઈ ગયા છે. ચોરી અને છેતરપિંડી માટે તેમણે પણ જાત જાતના રસ્તાઓ શોધી લીધા છે. આજે અમે અહીં તમને આવા જ એક સ્કેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખુદ રિલાયન્સ જિયો (Reliance Jio) દ્વારા આ બાબતે યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. આવો જોઈએ શું કહ્યું છે આ ચેતવણીમાં-

રિલાયન્સ જિયો દ્વારા યુઝર્સને એક નવી ચીટિંગ વિશે જણાવતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નંબરથી મિસ કોલ આપીને લોકોને છેતરવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જો તમે આ નંબર પર કોલબેક કરો છો તો તમારા ફોન બિલમાં ભારે ભરખમ ચાર્જ જોવા મળે છે. આ સ્કેમ પ્રીમિયમ રેટ સર્વિસના નામે કરવામાં આવે છે. આવો જાણીએ શું છે આ સ્કેમ અને તેનાથી કઈ રીતે બચી શકાય છે.

આ પણ વાંચો: jiohotstar.com ડોમેનની સસ્પેન્સ ગેમનો આવ્યો અંત, હવે મુકેશ અંબાણીને…

આ સ્કેમમાં અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી બીજા યુઝર્સને કોલ કરવામાં આવે છે. જ્યારે યુઝર આ નંબર કોલ કરે છે તો એને પ્રીમિયમ રેડ સર્વિસ સાથે જોડી દેવામાં આવે છે. આ સર્વિસ પર પ્રતિ મિનીટ ભારે ભરખમ ચાર્જ વસૂલવામાં આવે છે અને એને કારણે યુઝર્સને આર્થિક નુકસાન થાય છે. સ્કેમર્સ જાણીબૂઝીને અજાણ્યા અને ઈન્ટરનેશનલ નંબર્સનો ઉપયોગ કરે છે.

જો તમને પણ કોઈ એવા કોડવાળા નંબરથી કોલ આવે છે જે જોવામાં ખૂબ જ વિચિત્ર હોય છે. તેઓ તમને કોલ બેક કરવા માટે ઉશ્કેરે છે. આ નંબર ના કોડ નાના દેશો સંબંધિત હોય છે જેને ઓળખવાનું અઘરું હોય છે. જો તમને પણ +91 સિવાય કોઈ બીજા કોડવાળા દેશથી કોલ આવે છે તો કોલ ઉપાડતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને કોલબેક કરો.

આજે કોઈ પણ અજ્ઞાત અને શંકાસ્પદ કોલની અવગણના કરો. આ રીતે છેતરપિંડીથી બચવા માટે તમારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ આ સ્કેમથી માહિતગાર કરો. જિયો સમયસમય પર યુઝર્સને સ્કેમર્સને બચવા માટે મેસેજ અને માર્ગદર્શન આપે છે, એના પર અમલ ચોક્કસ કરો. આ સ્કેમ ખૂબ જ ચાલાકીથી લોકોને છેતરવા માટે કરવામાં આવે છે, અજાણા નંબરથી આવતા કોલ્સને ખૂબ જ ગંભીરતાથી લો અને સતર્ક રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button