બજારમાં મૂળા આવી ગયા છે, તમારા ઘરે આવે તે પહેલા આ વાંચી લો

શિયાળીની ધીમી શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને મોડી રાત્રે ઠંડો પવન અનુભવાય છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. લગભગ પંદરેક દિવસ બાદ શિયાળો સત્તાવાર રીતે આવી જશે અને તેની સાથે જ બજારમાં લીલુંછમ શાક, ભાજી અને અલગ અલગ પ્રકારના ફળ જોવા મળશે. શિયાળો તાજામાજા થવાની ઋતુ છે. આ ઋતુમાં ઘણા એવા શાકભાજી મળે છે જે સ્વાદમાં તો ભાવે જ છે, પણ સ્વાસ્થ્ય માટે પણ ગૂણકારી છે. તેમાના એક છે મૂળા. ધોળા દૂધ જેવા કંદમૂળ જેવા મૂળાં અને તેના પાન આરોગ્યને ફાયદો કરે છે. મૂળા સલાડમાં વપરાય છે, તો ઘણા મૂળાનુ શાક, મૂળાના પરાઠા પણ બનાવે છે.
મૂળામાં વિટામિન એ,બી અને સી છે. સાથે ભરપૂર કેલ્શિયમ, આર્યન અને પ્રોટીન પણ છે. ડાયાબિટિસ, પેટની તકલીફવાળા માટે મૂળા ઘણા સારા માનવામાં આવે છે.
મૂળા સાથે શું ન ખાવું તે જાણી લો
નિષ્ણાતોના મતે મૂળા સ્વાસ્થ્ય માટે સારા, પરંતુ તે તમે કઈ વસ્તુઓ સાથે ખાઓ છો તે પણ એટલું જ મહત્વનું છે. ખોટું કૉમ્બિનેશન તમને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.
તો આવો જાણો આ વસ્તુઓ કઈ છે
- મૂળા ખાધા બાદ દૂધનું સેવન કરવું નહીં. જો આ વિરુદ્ધ આહાર લેશો તો હાર્ટબર્ન, ગેસ, એસિડિટી જેવી તકલીફો ઊભી થશે.
- ઘરમાં કારેલાનું શાક બન્યુ હોય તો સાથે મૂળા ન ખાશો, આમ કરવાથી શ્વાસની તકલીફો ઊભી થઈ શકે છે
- સલાડમાં મૂળા અને સંતરા સાથે ન ખાશો. બન્ને આરોગ્ય માટે સારા છે, પણ સાથે ખાવાથી પાચન ક્રિયા બગડશે
- ઘણા દહીં સાથે મૂળા ખાવાની કે આવું રાયતું બનાવી ખાતા હોય છે. દહીં મૂળા અને મધ સાથે મૂળા શરીરમાં ખંજવાળ સહિત ઘણી તકલીફો લાવી શકે છે
- મૂળા અને ચા સાથે ન ખાઈએ, પણ બન્ને વચ્ચે ઓછામાં ઓછો ત્રણ-ચાર કલાકનો ગેપ જરૂરી છે, નહીંતર કબજિયાતની મોટી સમસ્યા તમે નોતરશો
- તો આ શિયાળામાં મૂળા ચોક્કસ ખાજો, પણ ધ્યાન રાખજો કે વિરુદ્ધ આહાર ન લઈ લો, તમારા તબીબની સલાહને અનુસરશો
નોંધઃ આ પ્રાથમિક માહિતી છે. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી.