PM Narendra Modi સુધી પહોંચાડવા માંગો છો તમારી ફરિયાદ? ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ…

જો લાંબા સમયથી તમારું કોઈ સરકારી કામ અટકી પડ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો તો તેનાથી પરેશાન થવાની જરૂર નથી. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી એક સુવિધાને કારણે તમારું આ કામ ઝડપથી પૂરા થશે. તમે કોઈ પણ સરકારી ઓફિસ કે દિલ્હી ગયા વિના જ ઘરે બેઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને ફરિયાદ કરી શકો છો. એટલું જ નહીં આ ફરિયાદ કર્યા બાદ તમને આપવામાં આવેલા કમ્પ્લેઈન્ટ નંબરની મદદથી તમારી કમ્પ્લેઈન્ટનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકો છો. ચાલો જોઈએ શું છે પીએમ મોદીને ફરિયાદ કરવાની પ્રોસેસ
⦁ સૌથી પહેલાં તો તમારે પીએમઓની ઓફિશિયલ વેબસાઈટ https://www.pmindia.gov.in/hi પર જવું પડશે
⦁ હોમ પેજ પર તમને એક ડ્રોપડાઉન મેન્યુ જોવા મળશે, જેમાંથી વડા પ્રધાનને લખોના ઓપ્શન પર ક્લિક કરો
⦁ અહીંયા તમને ઓનલાઈન પીએમઓને કોઈ પણ ફરિયાદ કરી શકો છો
⦁ હવે તમારી સામે CPGRAMS પેજ ખુલશે
⦁ આ પેજ પર તમે ફરિયાદ કરી શકો છો
⦁ ફરિયાદ કર્યા બાદ એક રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે
⦁ જ્યાં તમારે ફરિયાદ સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે
⦁ પૂછવામાં આવેલી તમામ માહિતી ફિલ કરો
⦁ બસ તમારી કમ્પ્લેઈન્ટ રજિસ્ટર થઈ ગઈ
પીએમ મોદી સુધી કઈ રીતે પહોંચાડશો તમારી વાત? આ રહ્યો સરળ રસ્તો-
⦁ જો તમારી પાસે સરકારની કોઈ પણ યોજનાને લઈને આઈડિયા કે સજેશન છે તો તમે https://www.pmindia.gov.in/en/interact-with-honble-pm/ પર લોગ ઈન કરો
⦁ આ એક ઓફિશિયલ પોર્ટલ છે જે પીએમ મોદી સાથે ઈન્ટરેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે
⦁ આ સિવાય તમે પીએમની ઓફિશિયલ એડ્રેસ પર લેટર પણ લખી શકો છો. એક રિપોર્ટ્સ અનુસાર પીએ મોદીને દરરોજા 2000 જેટલા લેટર મળે છે
⦁ પીએમ મોદીનું ઓફિશિયલ એડ્રેસ-વેબ ઈન્ફોર્મેશમ મેનેજર, સાઉથ બ્લોક, રાયસિના હિલ, નવી દિલ્હી-110011 છે. આ સિવાય તમે ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયા, 7, રેસકોર્સ રોડ, નવી દિલ્હી પર પણ લેટર લખી શકો છો
⦁ કોઈ પણ પ્રકારના આઈડિયા શેરિંગ માટે તમે www.mygov.in પર જોઈ શકો છો. આરટીઆઈની મદદથી પણ તમે પીએમઓને સવાલ પૂછી શકો છો
⦁ લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે તમે NaMo એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરીને પણ પીએમ મોદી સાથે જોડાઈ શકો છો