ચલણી નોટમાં જોવા મળતો સિક્યોરિટી થ્રેડ ચાંદીમાંથી બનાવવામાં આવે છે? RBIએ કરી સ્પષ્ટતા…

ભારતીય ચલણી નોટની વાત હોય કે કેન્દ્રિય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ નોટની સુરક્ષા વધારવા માટે સમય સમય પર તેની અંદર સેફ્ટી ફિચર્સ એડ કરવામાં આવે છે. તમે પણ રોજબરોજના જીવનમાં અનેક વખત ચલણી નોટનો લેવડદેવડમાં ઉપયોગ કર્યો હશે.
પરંતુ શું તમને ખબર છે કે આ ચલણી નોટમાં વચ્ચે જોવા મળતા સિક્યોરિટી થ્રેડ નોટ તે અસલી છે કે નકલી એનો તફાવત જણાવે છે. અનેક લોકોની એવી માન્યતા હોય છે કે આ થ્રેડ ચાંદીમાંથી બનાવવામાં આવ્યો હોય છે, પણ શું તમને ખબર છે કે આ પાછળની હકીકત શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
આપણ વાચો: …અને પાકિસ્તાને એક વર્ષ સુધી ભારતીય ચલણી નોટ પર સ્ટેમ્પ લગાવી ચલાવ્યું કામ!
શું છે આ સિક્યોરિટી થ્રેડ?
ભારતીય ચલણી નોટના કી સિક્યોરિટી ફિચર્સની વાત કરીએ તો તે છે સિક્યોરિટી થ્રેડ. આ સિક્યોરિટી થ્રેડ એ અસલી નોટને નકલી ચલણી નોટથી અલગ કરે છે. આ એક પાતળી મેટાલિક પટ્ટી છે જે નોટના કાગળમાં એમ્બેડેડ હોય છે. જ્યારે નોટને પ્રકાશમાં રાખીને જુઓ છો ત્યારે તે એકદમ સ્પષ્ટ જોવા મળે છે.
આ થ્રેડ પર ભારત, નોટનું મૂલ્ય અને આરબીઆઈ લખેલું હોય છે. 10, 20 અને 50 રૂપિયાની નોટમાં વિંડો થ્રેડ હોય છે, જ્યારે 100, 200 અને 500 રૂપિયાની નોટમાં આ થ્રેડ ફૂલી એમ્બેડેડ હોય છે.
આપણ વાચો: દરરોજ ઉપયોગમાં લો છો પણ ભારતીય ચલણી નોટો પર છપાતી આ વસ્તુને ક્યારેય ધ્યાનથી જોઈ છે?
ચાંદીમાંથી બનાવવામાં આવે છે?
વાત કરીએ આ સિક્યોરિટી થ્રેડ ચાંદીનો હોય છે એની તો ના એવું નથી હોતું. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ એક ખાસ પ્રકારનું પોલિસ્ટર રિબીન હોય છે જે ચાંદીના રંગના કોટિંગથી ચમકદાર બનાવવામાં આવે છે. જેને મેટાલિક લૂક આપવા માટે સિલ્વર કલરનું મેટલાઈઝ્ડ પ્લાસ્ટિક સ્ટ્રિપનો ઉપયોગ કરવામાં આવે છે.
ચાંદીનો ઉપયોગ આ થ્રેડ બનાવવા માટે નથી કરવામાં આવતો કારણ કે તે ખૂબ જ મોંઘુ અને બનાવટી નોટ બનાવવાનું સરળ થઈ જાય છે. એને બદલે તે મશીન રિડેબલ મટિરીયલ છે, યુવી લાઈટમાં ફ્લોરેસેન્ટ પીળો થઈ જાય છે.
આપણ વાચો: ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો…
ચલણી નોટના બીજા સિક્યોરિટી ફિચર્સ…
સિક્યોરિટી થ્રેડ સિવાય ચલણી નોટોમાં વોટરમાર્ક, ઈન્ટેગ્લિયો પ્રિન્ટિંગ, માઈક્રો લેટરિંગ અને કલર શિફ્ટિંગ ઈંક જેવા બીજા સેફ્ટી ફિચર્સ પણ જોવા મળે છે. ચલણી નોટ 100 ટકા કોટન ફાઈબરથી બનાવવામાં આવે છે, જે ટકાઉ હોય છે. આરબીઆઈ સમય સમય પર ડિઝાઈન અપડેટ કરે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



