ફાટેલી કે જૂની નોટ બદલાવવાને લઈને શું છે RBIનો નિયમ? ક્યાં અને કઈ રીતે બદલાવી શકાય… | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

ફાટેલી કે જૂની નોટ બદલાવવાને લઈને શું છે RBIનો નિયમ? ક્યાં અને કઈ રીતે બદલાવી શકાય…

રોજબરોજના વ્યવહારમાં આપણા હાથમાં અનેક વખત ફાટેલી કે જૂની, જર્જરીત થઈ ગયેલી ચલણી નોટ આવી જાય છે. આવી નોટ આપણી પાસેથી લોકો લેવાની ના પાડી દે છે અને તે આપણી પાસે પડી રહી છે. જો તમારી પાસે આવી પણ ચલણી નોટ છે તો આજે અમે અહીં તમને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમ વિશે જણાવીશે કે જેની મદદથી તમે આવી નોટ બદલી શકો છો. ચાલો જોઈએ શું છે આવી નોટને લઈને આરબીઆઈનો નિયમ…

શું છે આરબીઆઈનો નિયમ?

આરબીઆઈ દ્વારા જૂની અને ફાટેલી ચલણી નોટ્સ લઈને કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર તમે બેંકમાં જઈને બદલાવી શકો છો અને આ નોટની પૂરી વેલ્યુ પાછી મળી શકે કે કેમ એ માટે પણ આરબીઆઈએ ધોરણ નક્કી કર્યા છે. આ નિયમ અને ધોરણ પ્રમાણે જ તમને નોટ બદલી આપવામાં આવે છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.

ક્યાં બદલાવી શકાય ચલણી નોટ?

વાત કરીએ આરબીઆઈના નિયમની તો જૂની, ફાટેલી કે ખરાબ થઈ ગયેલી નોટને નજીકમાં આવેલી કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઈને બદલાવી શકાય છે. આ સિવાય આરબીઆઈની રિજનલ ઓફિસમાં પણ જઈને તમે આ નોટ બદલાવી શકાય છે. નોટ બદલવા માટે જે તે બેંકમાં તમારું એકાઉન્ટ હોવું જરૂરી નથી અને કોઈ પણ બેંક તમને આ સેવા આપવાનો ઈનકાર કરી શકાય નહીં.

ચાલો જોઈએ શું છે ફાટેલી નોટ બદલવાની પ્રોસેસ-

  1. સૌથી પહેલાં તો તમારે નજીકમાં આવેલી કોઈ પણ બેંકમાં જાવ.
  2. અહીં કોઈ વખત તમને ફાટેલી કે જૂની નોટ બદલવા માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવશે, આ ફોર્મમાં તમારે નોટની વિગતો, કેટલી નોટ છે અને કુલ કિંમતની માહિતી આપવી પડશે.
  3. નોટ બદલતી વખતે તમારે કદાચ તમારી આઈડેન્ટિટી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, પેનકાર્ડ કે વોટિંગ આઈડી કાર્ડ દેખાડવું પડશે.
  4. બેંકના અધિકારી તમારી નોટ્સ સ્થિતિ જોશે અને આરબીઆઈના નિયમ પ્રમાણે તેનું મૂલ્ય નક્કી કરશે.

શું પૂરા પૈસા પાછા મળશે?

હવે લાખ રૂપિયાની વાત કરીએ કે શું ફાટેલી નોટની પૂરેપૂરી વેલ્યુ પાછી મળી છે કે કેમ એની તો એ નોટની સ્થિતિ પર આધાર રાખે છે અને એના માટે પણ આરબાઈએ કેટલાક નિયમો નક્કી કર્યા છે.

⦁ આવી સ્થિતિમાં પૂરા પૈસા પાછા મળે છેઃ
જો નોટ ખૂબ જ ઓછી ફાટેલી હશે કે પછી તેના બે ટુકડા થઈ ગયા હોય પણ બંને ટુકડા સહી સલામત હશે તો સામાન્યપણે પૂરેપૂરા પૈસા પાછા મળી જશે.

⦁ ટૂકડા ઓછા હોય કે ત્યારે કપાશે પૈસાઃ
જો નોટ ખૂબ જ ખરાબ રીતે ફાટી ગઈ હશે અને તેના ઘણા ટુકડા થઈ ગયા હશે અને સૌથી મહત્ત્વનો ગણાતો નંબર પેનલ ગૂમ થાય તો આરબીઆઈના નિયમ અનુસાર તેની વેલ્યુ કટ કરવામાં આવે છે અને ઘણા કેસમાં તો આવી નોટ્સ બદલવામાં નથી આવતી.

કેટલી લિમીટની નોટ્સ બદલાવી શકાય છે?

વાત કરીએ આ રીતે કેટલી ફાટેલી કે જૂની થઈ ગયેલી નોટ્સ બદલાવી શકાય એની તો બેંક દ્વારા એક સમયે 5000 રૂપિયા સુધીના મૂલ્યની નોટ્સ બદલી આપે છે. જો રકમ આનાથી વધારે હોય તો બેંક એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકે છે.

બેંક નોટ બદલવાની ના પાડે તો…

જો બેંક તમારી આવી જૂની કે ફાટેલી નોટ બદલી આપવાની ના પાડે તો શું કરશો એની પણ વાત કરી લઈએ-
⦁ સૌથી પહેલાં બેંકના મેનેજરને મળીને આવું થવાનું કારણ જાણો અને આરબીઆઈની ગાઈડલાઈન્સ વિશે જણાવો

⦁ તમે કોઈ બીજી બેંકમાં પણ આ માટે ટ્રાય કકી શકો છો કારણ કે અનેક વખત નિયમો અંગે લોકોમાં થોડી સમજ અલગ અલગ હોઈ શકે છે

⦁ આમ છતાં પણ તમારી સમસ્યાનું સમાધાન ના થાય તો તમે આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને કે પછી હેલ્પ લાઈન પર કોન્ટેક્સ કરીને ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો…આ એક પગલાંથી જોખમમાં મૂકાશે તમારું બેંક લોકર, જ્વેલરી પણ થશે સીલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button