ચેક બાઉન્સ કરનારની હવે ખેર નથી, RBI એ આપી નવી ગાઈડલાઈન, આ નિયમ જાણી લો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા કરોડો ખાતાધારકોની સુરક્ષા અને સુવિધા માટે દર થોડાક સમયે અલગ અલગ પોલિસી રજૂ કરવામાં આવે છે. આ આરબીઆઈ દ્વારા ચેક બાઉન્સિંગ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા નવી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે અને આ ગાઈડલાઈન વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. ચાલો જોઈએ શું છે ચેક બાઉન્સ સંબંધિત આ નિયમ…
આરબીઆઈ દ્વારા ચેક બાઉન્સને લઈને નિયમ ખૂબ જ કડક બનાવ્યા છે. નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની ધારા 138 હેઠળ ચેક બાઉન્સ થતાં સજા તેમ જ દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. જો તમે પણ આજના ડિજીટલ સમયમાં ચેકથી લેવડદેવડ કરો છો તો તમારે આ સ્ટોરી વાંચી લેવી પજશે.
રિઝર્વ બેંકના નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિનો ચેક બાઉન્સ થાય તો એ વ્યક્તિને બે વર્ષની સજા થઈ શકે છે. એટલું જ નહીં કોર્ટ દ્વારા તેને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. આરબીઆઈ દ્વારા આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે વ્યવહારમાં પારદર્શક્તા જળવાઈ રહે અને કોઈ ફ્રોડનો સામનો ના કરવો પડે.
ચેક બે જ કારણસર બાઉન્સ થાય એક તો કાં તો તમારા એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ના હોય અને કાં તો તમારી સહીમાં કોઈ સમસ્યા થઈ હોય. આ જ કારણે ચેક પર સહી કરો ત્યારે ખૂબ જ ધ્યાનથી સહી કરવી જોઈએ અને ચેક આપતાં પહેલાં એકાઉન્ટમાં બેલેન્સ છે કે નહીં એ તપાસી લેવું જોઈએ.
ચેક બાઉન્સ થાય એના 30 દિવસમાં જ તમને નોટિસ મોકલવામાં આવે છે એટલે નોટિસ મળ્યાના 12 દિવસની અંદર પેમેન્ટ કી દેવું જોઈએ, નહીં તો તમારી સામે કેસ ફાઈલ થઈ શકે છે. કેસ ફાઈલ થયાના 30 દિવસની અંદર તમારે કોર્ટમાં સુનાવણી માટે પહોંચવું પડે છે. ટૂંકમાં જો આ બધી લપમાં ના પડવું હોય તો ચેક આપતાં પહેલાં બેંક એકાઉન્ટ પર અને સહી કરતાં પહેલાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…હવે આવા ખાતાધારકોને મળશે 30 લાખ રૂપિયા, RBIની મહત્ત્વની જાહેરાત, અત્યારે જ જાણી લો…



