લોન ના ભરી શકનારા સામે મનમાની કરનાર બેંકો પર RBIની લગામ, આ પાંચ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો

આજે મોટાભાગના લોકો પોતાના ઘરનું, ગાડીનું સપનું સાકાર કરવા માટે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન વગેરે લેતા હોય છે. ઘણી વખત આ લોનના ઈએમઆઈ નથી ભરી શકાતા અને લોન લેનારને બેંક ડિફોલ્ટર કરવામાં આવે છે. આવું થાય એનો અર્થ એવો નથી કે લોન આપનારી કંપની કે બેંક તમારી સતામણી કરે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે બેંકોની મનમાની પર લગામ લગાવે છે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે. આજે અમે અહીં તમને આરબીઆઈ દ્વારા બનાવાવમાં આવેલા આ નિયમોની માહિતી આપવા જઈ રહ્યા છીએ-
આરબીઆઈના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ લોનના ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો બેંક તેમને ધમકાવી કે બળજબરી ના કરી શકે. લોન વસૂલવા માટે બેંક રિકવરી એજન્ટની મદદ લઈ શકે છે પણ તેઓ પોતાની હદ ક્યારેય પાર કરી શકતા નથી. આ પ્રકારના થર્ડ પાર્ટી એજન્સ ગ્રાહકોને મળી શકે છે પણ તેઓ તેમને ડરાવી કે ધમકી શકતા નથી. આ એજન્ટ્ કસ્ટમરના ઘરે સવારે સાતથી સાંજે સાત સુધી ક્યારેય પણ જઈ શકે છે, પણ તેઓ તેમની સાથે ગેરવર્તણૂંક નથી કરી શકતા. આવો જોઈએ આ સિવાય શું છે આરબીઆઈના બીજા નિયમો-
⦁ આરબીઆઈના નિયમ અનુસાર પોતાની લોનની રિકવરી માટે લોન આપનાર બેંક કે બીજી કંપનીએ રાઈટ પ્રોસેસ ફોલો કરવી જોઈએ. સિક્યોર્ડ લોનના કેસમાં ગિરવે મૂકેલા એસેટને કાયદેસર જપ્ત કરવાનો અધિકાર છે. જોકે, નોટિસ આપ્યા વિના બેંક આવું ના કરી શકે. સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી એક્ટ લોન આપનારને ગિરવે મૂકાયેલી એસેટને જપ્ત કરવાનો અધિકાર આપે છે.
⦁ ડિફોલ્ટ થયા પહેલાં જ તમારા મૂળભૂત અધિકારો બેંક છીનવી શકતી નથી કે ન તો તમને અપરાધી બનાવી શકે છે. બેંકે એક નિર્ધારિત પ્રોસેસનું પાલન કરીને લોનની વસૂલી માટે તમારી પ્રોપર્ટી પર કબજો કરતાં પહેલાં લોન ચૂકવવા માટે પૂરતો સમય આપવો પડે છે. બેંક આ પ્રકારની કાર્યવાહી મોટેભાગે સિક્યોરિટાઈઝેસ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ હેઠળ કરે છે.
⦁ લોન લેનારને ત્યારે નોન પર્ફોર્મિંગ એસેટ એટલે કે દેવાદાર જાહેર કરવામાં આવે છે જ્યાં સુધી તે 90 દિવસ એટલે કે ત્રણ મહિના સુધી બેંકને ઈએમઆઈ નથી ચૂકવતું. આ પ્રકારના કેસમાં લોન આપનારે ડિફોલ્ટરને 60 દિવસની નોટિસ આપવાની હોય છે.
આ પણ વાંચો : 10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી એવી સ્પષ્ટતા, તમારા માટે છે ખૂબ જ કામની…
⦁ જો નોટિસ પિરીયડમાં બોરોઅર લોન ભરપાઈ ના કરી શકે તો બેંક તેની એસેડને વેચાણ માટે આગળ વધી શકે છે. જોકે, આ વેચાણ માટે પણ બેંકે 30 દિવસની નોટિસ આપવી પડે છે, જેમાં વેચાણની માહિતી આપવી પડે છે.
આ પણ વાંચો : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…
⦁ એસેટની સાચી કિંમત પામનો હક એસેટના વેચાણ પહેલાં બેંક અને ફાઈનાન્શિલ કંરનીને એસેટનું યોગ્ય મૂલ્ય જણાવીને નોટિસ આપવી પડે છે. જેમાં રિઝર્વ પ્રાઈઝ, તારીખ અને ઓક્શનના સમયની જાણકારી આપવાની હોય છે. લોનની વસુલી બાદ બાકી રહેલી વધારાની રકમ પાછી મેળવવાનો અધિકાર લેણદારને હોય છે. બેંકે આ પૈસા તેને આપવા જ પડશે.