ઓક્ટોબર 2025 બેંક હોલીડે: દશેરા-દિવાળી સહિત 15થી વધુ દિવસ બેંકો બંધ રહેશે, RBIની યાદી જુઓ…

ત્રણ દિવસ બાદ 2025નો 9મો મહિનો પૂરો થઈ જશે અને 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો શરૂ થઈ જશે. ભારતમાં આમ પણ ઓક્ટોબર મહિનાને મંથ ઓફ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ જ મહિનામાં દશેરાથી લઈને દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ સુધીના અનેક મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે. આ સાથે જ ઓક્ટોબર મહિનામાં રજાઓની ભરમાર પણ રહેશે, જો તમે પણ બેંકિંગ સંબંધિત કામો પતાવવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલાં તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની આ યાદી પર એક નજર નાખી લો પહેલાં…
આરબીઆઈ દ્વારા દર મહિને ભારતના વિવિધ રાજ્યમાં આવનારા બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવી છે અને આ યાદી અનુસાર આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં દેશભરના અલગ અલગ રાજ્યમાં 15થી વધુ દિવસ સુધી બેંકો બંધ રહેશે. જોકે, એવું નથી કે દરેક રાજ્યમાં આ રજાઓ એક સમાન હોય. ચાલો જોઈએ ઓક્ટોબર મહિનામાં કયા દિવસે ક્યાં ક્યાં બેંકો બંધ રહેશે…
ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ હશે બેંકો બંધ રહેશે-
| તારીખ | તહેવાર / પ્રસંગ |
|---|---|
| 1 ઓક્ટોબર, 2025 | નવરાત્રિ સમાપ્તિ, વિજયાદશમી (દશેરા), આયુધ પૂજા, દુર્ગા પૂજા |
| 2 ઓક્ટોબર, 2025 | મહાત્મા ગાંધી જયંતિ (દેશભરમાં બેંકો બંધ રહેશે) |
| 3 ઓક્ટોબર, 2025 | દશેરા, વિજયાદશમી, દુર્ગા પૂજા |
| 4 ઓક્ટોબર, 2025 | દુર્ગા પૂજા (દશૈન) |
| 5 ઓક્ટોબર, 2025 | રવિવાર |
| 6 ઓક્ટોબર, 2025 | લક્ષ્મી પૂજા |
| 7 ઓક્ટોબર, 2025 | મહર્ષિ વાલ્મિકી જયંતી, કુમાર પૂર્ણિમા |
| 10 ઓક્ટોબર, 2025 | કરવા ચૌથ |
| 11 ઓક્ટોબર, 2025 | બીજા શનિવાર |
| 12 ઓક્ટોબર, 2025 | રવિવાર |
| 18 ઓક્ટોબર, 2025 | કાતિ બિહુ (અસમ) |
| 19 ઓક્ટોબર, 2025 | રવિવાર |
| 20 ઓક્ટોબર, 2025 | દિવાળી (નરક ચતુર્દશી, કાળી પૂજા) |
| 21 ઓક્ટોબર, 2025 | દિવાળી અમાવસ્યા, લક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા |
| 22 ઓક્ટોબર, 2025 | દિવાળી (બલિ પ્રતિપદા), વિક્રમ સંવત નવું વર્ષ, ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજા |
| 23 ઓક્ટોબર, 2025 | ભાઈ બીજ, ચિત્રગુપ્ત જયંતિ |
| 25 ઓક્ટોબર, 2025 | ચોથો શનિવાર |
| 26 ઓક્ટોબર, 2025 | રવિવાર |
| 27 ઓક્ટોબર, 2025 | છઠ પૂજા (સાંજનો અર્ધ્ય) |
| 28 ઓક્ટોબર, 2025 | છઠ પૂજા (સવારની અર્ધ્ય) |
| 31 ઓક્ટોબર, 2025 | સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ |



