બદલાશે તમારા ખિસ્સામાં રહેલી આ નોટ, RBIએ કરી જાહેરાત, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો અને વિચારો કે હવે કોઈ નોટ બદલાશે અને જો નવી નોટ આવશે તો જૂની નોટનું શું તો એ પહેલાં તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 50 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે દેશભરમાં ચર્ચા થઈ રહી છે.
આરબીઆઈ 50 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવાની તૈયારીમાં છે જોકે આ બદલાવ નોટની ડિઝાઈન અને સિક્યોરિટી ફિચર્સ સંબંધિત છે અને એને કારણે તેના મૂલ્ય કે ઉપયોગમાં ફેરફાર નહીં થાય. આરબીઆઈ દ્વારા આ પગલું વધતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને બનાવટી નોટની વધતી સમસ્યાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યું છે. આવો જોઈએ શું કહ્યું આરબીઆઈએ-
આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
શું હશે નવી નોટમાં ખાસ?
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 50 રૂપિયાની નવી નોટની ડિઝાઈન એકદમ મોર્ડન હશે અને એમાં હાઈ સિક્યોરિટી ફિચર્સ એડ કરવામાં આવશે. આ નોટમાં માઈક્રો લેટરિંગ, કલર શિફ્ટિંગ, હિડન ઈમેજ અને ટ્રાન્સપરન્ટ સ્ટ્રિપ જેવી નવી ટેક્નોલોજી જોવા મળશે. આ ફિચર્સને કારણે બનાવટી નોટ બનાવવાનું લગભગ અશક્ય બની જશે.
આ સિવાય આ નોટમાં રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો અને સ્વચ્છ ભારતનો લોકો વધુ સ્પષ્ટ દેખાશે. સાઈઝ અને રંગમાં કદાચ થોડો તફાવત જોવા મળશે, પણ તેની મૂલ્ય અને વૈદ્યતા પર કોઈ અસર નહીં જોવા મળે. આરબીઆઈ દ્વારા એ વાતની ચોકસાઈ કરવામાં આવશે કે નાગરિકોને વધુ વિશ્વસનીય અને સુરક્ષિત નોટ્સ મળે.
આપણ વાંચો: જુલાઈમાં એક-બે નહીં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBI એ આપ્યું કારણ…
જૂની નોટનું શું?
આરબીઆઈની જાહેરાત બાદ લોકોના મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે કે જો નવી નોટ આવશે તો જૂની નોટનું શું થશે? તો તમારા આ સવાલનો જવાબ છે કે જૂની નોટ પણ માન્ય રહેશે.
બસ નવી નોટનું અપડેટેડ વર્ઝન બજારમાં લાવવામાં આવી રહ્યું છે. આ પહેલાં પણ 10,20 અને 100 રૂપિયાની નોટ સાથે એવું થયું છે કે નવી નોટની સાથે સાથે જૂની નોટ આજે પણ ચલણમાં માન્ય છે. પરિણામે નાગરિકોએ ડરવાની જરૂર નથી અને આ એક સામાન્ય પ્રક્રિયા છે જે આરબીઆઈ દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવે છે.
આપણ વાંચો: બેંક લોકરનો ઉપયોગ કરો છો? જો આ કામ નહીં કર્યું તો સીલ થઈ જશે બેંક એકાઉન્ટ, RBI નો આ નિયમ જાણી લો…
કેમ લેવાયો આ નિર્ણય?
આરબીઆઈ દ્વારા આ નિર્ણય દેશમાં વધી રહેલી બનાવટી નોટના ચલણને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. 50 રૂપિયાની નોટ સૌથી વધુ ચલણમાં કે ઉપયોગમાં આવતી નોટ છે અને બજારમાં બનાવટી 50 રૂપિયાની નોટનો વ્યાપ વધી રહ્યો છે.
આવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે નવા ફિચર્સ જોડવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને કેશ આધારિત હેરફેરને રોકવા માટેનું મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.
શું છે નાગરિકોની રાય?
નોટમાં ફેરફારની માહિતી સામે આવતાં જ સોશિયલ મીડિયા પર જાત જાતની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો સરકારના આ પગલાંના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આને બસ એક ઝંઝટ ગણાવી રહ્યા છે.
અનેક લોકોને એ વાતની ચિંતા છે કે નવી નોટ આવશે તો જૂની નોટનું શું થશે તો કેટલાક લોકો વળી આને મોંઘવારી સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. જોકે, આરબીઆઈ દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે નાગરિકોને આને કારણે કોઈ મુશ્કેલી ના પડે.