સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (09-10-2023): શુભ યોગમાં આ પાંચ રાશિના જાતકોને થશે ફાયદો, જાણો કેવો હશે તમારો આજનો દિવસ


મેષ: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રીતે ફળદાયી નિવડશે. તમારું કોઇ મોટું લક્ષ્ય પૂરું થઇ શકે છે. જેને કારણે તમને ખૂબ ખૂશી થશે. લોકોના પોઇન્ટ ઓફ વ્યુને સમઝવાનો પ્રયત્ન કરજો. સામાજીક કાર્યોમાં તમારો રસ વધશે. તમારી વાણીની સૌમ્યતા તમને માન-સન્માન અપાવી શકે છે. સાસરી પક્ષની કોઇ વ્યક્તી તમને મળવા આવી શકે છે. તમે કેટલીક મહત્વની ચર્ચામાં ભાગ લેશો. તમારી અંદર પ્રેમ અને સહકારની ભાવના રહેશે.

વૃષભ: આજનો દિવસ તમારા માટે સુખ, સમૃદ્ધિ લઇને આવશે. પરિવારના સભ્યોનો સાથ અને સમર્થન મળી રહેશે. તમારા કુટુંમ્બના લોકોનો ભરોસો જીતવામાં તમને સફળતા મળશે. તમારા ઘરે કોઇ મહેમાન આવવાથી તમારી ખૂશીનો પાર નહીં રહે. સંતાન તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે. લેવડ-દેવડમાં સાવધાની રાખજો. વિદ્યાર્થીઓનું અભ્યાસમાંથી ધ્યાન હટી શકે છે. તમારે જે વાયદો કર્યો છે તે પૂરો કરવો પડશે. નહી તો મૂશ્કેલી આવી શકે છે.

મિથુન: આજના દિવસે તમારી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લીત રહેશે. તમને રચનાત્મક કાર્યોમાં જોડાવાનો મોકો મળશે. તમે બધાનો વિશ્વાસ જીતશો અને કોઇ મોટું લક્ષ્ય પૂર્ણ કરી શકશો. તમારા પ્રયત્નો આજે રંગ લાવશે. તમે કોઇ નવા કાર્યની શરુઆત કરશો. જો તમે કોઇ સંપત્તિનો સોદો કરવા જઇ રહ્યાં છો તો તેના તમામ પાસાં ચકાસી લેજો. નહીં મૂશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થીઓનું ઘ્યાન ભટકશે તેથી અભ્યાસમાં સમસ્યા આવી શકે છે.

કર્ક: આજનો દિવસ બુદ્ધી અને વિવેકથી નિર્ણયો લેવાનો છે. બિઝનેસની કોઇ પણ ડિલમાં બેજવાબદાર ના રહેતા. તમારી આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરજો. નહીં તો પાછળથી કોઇ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. ધાર્મીક કામોમાં રસ વધશે. પરિવારમાં જો કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો તમે તેને આજે શાંત કરવાનો પૂર્ણ પ્રયાસ કરશો. વિદેશમાં રહેતાં કોઇ પરિવારના સભ્ય પાસેથી ફોન દ્વારા તમને કોઇ નિરાશાજનક સમાચાર મળી શકે છે. તમારા માતા પિતાની જરુરિયાત પર સંપૂર્ણ ધ્યાવ આપજો.

સિંહ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તમે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. અને જો તમે કોઇ આર્થિક સમસ્યાને લઇને ચિંતીત છો તો તે પણ દૂર થશે. અને તમે પ્રગતીના પથ પર આગળ વધશો. તમારે બિઝનેસમાં નાના મોટા લાભ જોઇને જ નિર્ણય લેવો જોઇએ નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. તમને મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે. વિવધ કાર્યોમાં સફળતા મળશે. મામા પક્ષે તમને ધનલાભ થઇ શકે છે. સંતાનને આપેલું વચન પુરું કરજો. નહીં તો તે તમારાથી નારાજ થશે.

કન્યા: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારા વ્યવસાયની યોજનાઓને ગતી આપશો. જેને લઇને તમે લાંબા સમયથી ચિંતીત છો. તમારા સુખ અને સમૃદ્દિમાં વધારો થશે. વિદ્યાર્થીઓને કોઇ અન્ય વિષયમાં રસ જાગશે. તમે સારા વિચાર સાથે આગળ વધશો તો યોગ્ય રહેશે. પ્રશાસકીય કામમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. માતાની સાથે કોઇ વાતને લઇને બોલાચાલી થઇ શકે છે. જે લોકો કોઇ સરકારી યોજનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યાં છે તે નિયમો વાંચીને પછી જ ઇન્વેસ્ટ કરે.

તુલ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. વિભિન્ન પરિસ્થિતી તમારી તરફેણમાં રહેશે. વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષા પર યોગ્ય ધ્યાન આપવું પડશે. તમે બધા જ કાર્યોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને ભાગ્યની દ્રષ્ટિએ તમારો દિવસ ઉત્તમ રહેશે. તમે કોઇ લાંબા અંતરની યાત્રાનો પ્લાન કરશો. તમારે પરિવારના કોઇ સભ્યની વાતમાં આવીને કોઇ મોટું કામ કરતાં અટકવું જોઇએ. તમારા મનની કોઇ ઇચ્છા પૂરી થવાને કારણે તમે ખૂબ ખૂશ રહેશો. તમે વ્યક્તિગત કામમાં ખૂબ ધ્યાન આપજો. બધાને સાથે લાવવામાં તમને સફળતા મળશે

વૃશ્ચિક: આજના દિવસે તમારે કોઇ જોખમ લેવાનું ટાળવું જોઇએ. તમે પરિવારના સભ્યોની સલાહથી આગળ વધશો. ધીરજથી કામ લેવું તમારા માટે હિતાવહ છે. જો તમે બિઝનેસમાં કોઇ કામ તમારા મિત્રને સોંપ્યુ છે તો આજે તેમાં મૂશ્કેલી આવી શકે છે. પરિવારમાં કોઇ શુભ કે મંગળ કાર્યનું આયોજન થઇ શકે છે અને મહેમાનોની અવર-જવર રહેશે. તમને આક્સમીક ધનલાભ થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં આવી રહેલ સમસ્યાઓ અંગે તેમના મિત્રો સાથે વાતચીત કરવી યોગ્ય રહશે.

ધનુ: આજનો દિવસ વેપારીઓ માટે ઉત્તમ છે. તમે ટીમવર્કથી કામ કરીને કોઇ કામ સમય કરતાં વહેલું પુરું કરશો. નેતૃત્વના કાર્યોમાં તમે આગળ રહેશો. મૂશ્કેલ પરિસ્થિતીમાં સયંમ રાખજો. બધાનો સાથ અને વિશ્વાસ રહેશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સંપત્તિના કોઇ કામમાં તમને સફળતા મળશે. તમે તમારા કામો જવાબદારીથી પૂર્ણ કરશો તેથી તમારી આસપાસના લોકો ખૂશ રહેશે. જે લોકો સામનાજીક ક્ષેત્રે કાર્યરત છે તેમના પર કેટલીક જવાબદારી આવી શકે છે.

મકર: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે કોઇની કહેલી વાત પર ભરોસો ના કરતાં. નોકરીયાત વર્ગને મનગમતું કામ કરવાનો મોકો મળશે. જેથી તે કામને સમય કરતાં પહેલાં પૂરું કરશે. અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે. તમારે આજે ઠગ લોકોથી સાવધાન રહેવું પડશે. તમારી આસપાસ જો કોઇ વાદ-વિવાદની સ્થિતી ઉત્પન્ન થશે તો તમે તમારી વાણી અને વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો. પણ કેટલાંક અપરિચિત લોકો તમને નૂકસાન પહોંચાડી શકે છે. તમારા પ્રભાવ અને પ્રતાપમાં વધારો થશે.

કુંભ: આજનો દિવસ તમારા પ્રભાવ અને પ્રતાપમાં વધારો કરશે. કાર્યક્ષેત્રે તમને તમારી યોગ્યતા મુજબ કામ મળતા તમે પ્રસન્ન રહેશો અને આપસમાં સહકાર બની રહેશે. તમે રચનાત્મક કાર્યો સાથે જોડાશો. તમે કોઇ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો. આધુનિક વિષયોમાં તમારો સંપૂર્ણ રસ રહેશે. બિઝનેસની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપી તેમા પરિવર્તન કરતા રહો. જે ભવિષ્યમાં તમારા માટે સારો લાભ લઇને આવશે. નોકરીયાત વર્ગને કોઇ સારી તક મળી શકે છે.

મીન: આજના દિવસે કોઇ પણ કામ ઉતાવળે ના કરતાં. નહીં તો મૂશ્કેલી આી શકે છે. તમને તમારા વ્યક્તિગત કામોમાં સફળતા મળશે. પણ તેને કોઇ બીજા સામે ઉજાગર ના કરતાં. જો કોઇ ભવન, મકાન, વાહન કે દુકાન ખરીદવાની ઇચ્છા હશે તો આજે તમે તેને પૂરું કરવાનો પ્રયાસ કરશો. ભાવનાત્મક વિષયોમાં તમારો રસ વધશે. પરિવારના કોઇ સભ્ય સાથે જો વિવાદ ચાલી રહ્યો હશે તો તે આજે દૂર થશે. જો તમે કોઇ મહત્વની ચર્ચામાં સામેલ થવાના હશો તો થોડી ધીરજ રાખીને તેમાં ઝંપલાવજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button