રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: કુંભ
વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
કુંભ (ગ, સ, શ, ષ)
આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ શનિદેવ સાડાસાતીના ત્રીજા તબક્કામાં આવે છે. જન્મરાશિથી બીજા ભાવે જે હજી કારણ વગર ચિંતા કરાવે. પનોતી એ પાંચને નોતરું વગર જોતું આપે છે. (૧) પૈસામાં પડતી (૨) બેકારી (૩) આબરૂ-કલંક (૪) આરોગ્ય (૫) મૃત્યુશૈયા જેમાં પાંચ નીતિ અને કર્મ અનુસાર ફળ આપે છે. રાહુ ગ્રહ બીજા ભાવથી વક્રી બની પ્રથમ દેહાધિભાવે સ્થિર થાય છે. ગુરુ ગ્રહ ચોથા ભાવથી પાંચમાં ભાવે આવતા શુભ ફળ આપે છે.
માનસિક અને શારીરિક આરોગ્ય:- મનની શાંતિ હણાતી જાય. પોતાના અને પારકાની પરીક્ષામાં તમારા પોતાના અસલી સ્વભાવમાં તમે બદલતા જણાવ માટે તમારો મનથી પ્રફુલ્લિત અને આનંદિત જીવન ઈશ્ર્વરીય દેણ છે. તેમ સમજી સમય પ્રમાણે મનને વાળી લેતા શીખવાથી મનની તત્પરતા શાંત થશે.
આ વર્ષ શારીરિક નાદુરસ્તી જણાય, પરંતુ તમારે યોગા-હળવી કસરત – ચાલવું વગેરે નિયમ રાખવા. ખાવા-પીવામાં નિયમિતતા રોગના મૂળને શરીરમાં ઘર નહિ બનાવી દે. આયામ-વ્યાયામ તમારા શરીરને કુદરતી જડીબુટ્ટી પણ અસાધ્ય રોગમાં મદદરૂપ બની શકશે.
પારિવારિક:- પરિવારમાં મીતભાષી અને ત્યાગના દેવ જેવી સ્થિતિ રહેશે તો જ સુખ-શાંતિ અને રાહત મેળવી શકશો. લાગણીભર્યા સંબંધો વાંધા પાડ્યા વગર ચૂપ રહેવાથી જળવાશે. સંતાનોની પ્રગતિ થાય. સંતાન અંગેની ઈચ્છા પૂર્ણ થાય. દામ્પત્ય જીવનમાં ખટરાગ ઊભો થાય. સમાધાની ભાવના રાખવાથી સુખ-શાંતિ જળવાશે.
નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ:- નોકરીમાં વિદેશથી લાભ થાય. નોકરી અર્થે બહારગામ જવાનું થાય. નાની બદલી-પ્રમોશન-નાનું મળે. તમારી મહેનત હજી સેવાકાર્યમાં લગાવવી રહે. નવી નોકરીની શોધ હમણાં મુલતવી રાખવી યોગ્ય રહે. સરકારી કર્મચારીને કાર્યો ખોરંભે ચડે. અગત્યના કાગળો-દસ્તાવેજોની જવાબદારી વધે તો ખૂબ જ તકેદારી રાખવી. જો યોગ્ય હોય તો ચાવી-લોકર મુખ્ય અધિકારીને સોંપવા યોગ્ય રહે – જેથી ખોટા કાર્યમાં પદભ્રષ્ટ ના થવાય.
વેપારી વર્ગને વેપારમાં સમય મધ્યમ રહે. વિશ્વાસે વહાણ ચાલે તેમ ચલાવવું. વેપારમાં ભાગીદાર છોડવાનો સમય આવે એટલે વેપારમાં સંપૂર્ણ કાર્યબોજ વધતો જાય. હરીફો પણ વધે. વિરોધીઓનો સામનો કરતા પીછેહઠ ના થાય માટે સાવધાનીપૂર્વક કરવો.
આર્થિક સ્થિરતા:- આ વર્ષે પરિવારની જવાબદારીમાં અર્થપ્રાપ્તિની જવાબદારીમાં પણ વધારો થશે. વેપારમાં નાણાં ડુબવાનો યોગ છે. ભાગીદાર સાથે હિસાબમાં ચોખ્ખો વ્યવહાર રાખવો. લખાણ સાથે ભાગીદાર સાથે સંબંધ રાખવા. ધન પ્રાપ્તિ માટે સમય લોઢાના ચણા ચાવવા જેવો છે. ગ્રહો બળવાન ગોચરના મધ્યમ છે. લક્ષ્મીના મંત્ર-જાપ તમને ચમત્કારિક આવકમાં સ્રોત ખોલી શકશે. ચાલુ આવકમાં સંતોષ માનવો યોગ્ય રહે. કોઈને છેતરામણી કે લાલચભર્યા કાર્યો તમને દેવાદાર બનાવી શકે છે.
સ્થાવર સંપત્તિ સુખ:- પોતાના ઘરના માલિક આ વર્ષે બની જશો. નવા મકાનમાં રહેવાની ઈચ્છા પૂર્ણ થાય. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
પ્રવાસ:- આ સમય પ્રવાસ થાય. નાની ધાર્મિક યાત્રા થાય. નોકરી-વેપાર અર્થે પ્રવાસ થાય.
મિત્રવર્ગ અને શત્રુવર્ગ:- મિત્રવર્ગથી લાભ થાય. નાણાંભીડ દૂર કરવામાં, વેપારમાં – પરિવારમાં અંગત કાર્યોમાં મિત્રોનો સાથ મળે.
મીઠાબોલા શત્રુ વધે. કોર્ટ-કાર્યમાં વ્યર્થ સમય બગડતા નહિ. તેના ઉકેલ આ વર્ષે જણાતો નથી. જૂના કેસનો ઉકેલ આવે તો સમાધાનથી જ આવે તેમ છે.
અભ્યાસ:- અભ્યાસમાં વિદ્યાર્થી વર્ગને સારી સફળતા મળશે. મોટી ડિગ્રી મેળવવા માટે ખૂબ જ મહેનત માંગી લે તેમ છે.
બાર મહિના પ્રમાણે ફળ
(૧) કારતક:- મિત્ર વર્ગથી લાભ. વેપારમાં વધારો થાય. પ્રવાસ રાખવો. કોર્ટકચેરીમાં નુકસાન થાય. નોકરીમાં ખોટી જવાબદારી વધતી જાય.
(૨) માગશર:- આ સમય સ્થાવર મિલકત ખરીદી થાય. મોજશોખ પાછળ ખર્ચ વધશે. વેપારમાં વધારો થાય.
(૩) પોષ:- આ સમયે આરોગ્ય કથળે. તાવ -થાક-અશક્તિ અનુભવો. મિત્રવર્ગથી લાભ.
(૪) મહા:- આ સમયે વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. નાણાંભીડ દૂર થાય. મિત્ર વર્ગથી વિશ્ર્વાસઘાત થાય.
(૫) ફાગણ:- ભાગીદારથી વેપારમાં લાભ થાય અને ધન સુખમાં વધારો થાય. વિદેશ યોગ સારો રહે છે. વેપારમાં વધારો થાય.
(૬) ચૈત્ર:- યાત્રા-પ્રવાસમાં અવરોધ આવે. સાહસ દ્વારા સફળતા મળે. પરિવારમાં માંગલિક કાર્યો થાય.
(૭) વૈશાખ:- સ્થાવર મિલકતની ખરીદી માટે સમય શુભ બતાવે છે. વેપારમાં વધારો થાય.
(૮) જેઠ:- આવક વધે સાથે ખર્ચા આકસ્મિક વધે. પ્રવાસ પાછળ ખર્ચ વધે. નોકરીમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય. સમાધાનથી પ્રશ્ર્ન ઉકેલવો યોગ્ય રહે.
(૯) અષાઢ:- આ સમય આવક વધશે. સાથે નવાં વાહનની ખરીદી માટે સમય શુભ રહે. પ્રવાસ થાય. શેર-લોટરીથી લાભ થાય.
(૧૦) શ્રાવણ:- આ સમય નવા સાહસ થાય. વિચારોમાં ઉતાવળા નિર્ણય નુકસાન થાય. સંતાનોની પ્રગતિ થાય. મિત્ર વર્ગથી લાભ થાય. દામ્પત્ય જીવન મધુરતા જળવાય.
(૧૧) ભાદરવો:- આ સમય વિવાહ યોગ્ય યુવાનો માટે સમય શુભ રહે. વારસાગત મિલકતથી લાભ થાય. આવક વધે.
(૧૨) આસો:- આવક વધતા સાથે ખર્ચા પણ વધે. વેપારમાં પરિવર્તન આવે. મિત્ર વર્ગથી ધનલાભ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી.
આ વર્ષે તમારે તમારા વિશે જ ફક્ત વિચારવાનું છે “પહેલું સુખ જાતે નર્યા. આ પંક્તિને અનુસરવાથી આખું વર્ષ તમારા માટે ઉત્તમ રહેશે.