પાંચ દિવસ મેષ રાશિમાં બની રહ્યો છે આ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે અને આ ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે વિવિધ રાજયોગ, શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. આ રાજયોગ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ નિવડે છે અને શુભ ફળ આપે છે. આવો જ એક રાજયોગ પાંચ દિવસ બાદ એટલે કે 25મી એપ્રિલના રોજ સર્જાઈ રહ્યો છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 25મી એપ્રિલના ગ્રહોના સેનાપતિ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને એને કારણે ગજલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 25મી એપ્રિલના સવારે 12.07 કલાકે ધન-વૈભવ, સુખ-સુવિધાઓના દાતા શુક્ર મેષ રાષિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્ર મેષ રાશિમાં 19મી મે સુધી બિરાજમાન રહેશે. શુક્રના ગોચરથી અમુક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…
મેષ રાશિમાં શુક્રના ગોચરને કારણે આ રાશિના જાતકોને સારા સમાચાર સાંભળવા મળશે. આ રાશિના જાતકોનું સમાજમાં માન-સન્માન વધી રહ્યું છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળી શકે છે અને એમના પગારમાં પણ વધારો જોવા મળશે. વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે. વેપારનો વિસ્તાર થશે. પારિવારિક સંબંધ મજબૂત બનશે. વૈવાહિક જીવનમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હતી તો તે પણ દૂર થઈ રહી છે.
મેષ રાશિમાં બની રહેલો ગજલક્ષ્મી રાજયોગ મકર રાશિના જાતકોને જબરજસ્ત ફાયદો થવા જઈ રહ્યો છે. આ સમયે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. મા લક્ષ્મીની કૃપા બની રહેશે, જેને કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. શુક્ર સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરશે. કામના સ્થળે નવી નવી તક મળી શકે છે, જે ભવિષ્યમાં ખૂબ જ કામ આવશે.
કુંભ રાશિના જાતકોને ગજલક્ષ્મી રાજયોગને કારણે સારો એવો ફાયદો થઈ રહ્યો છે. ધનની દેવી મા લક્ષ્મીની કૃપા આ રાશિ પર બની રહેતાં અટકી પડેલું ધન પાછું મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને બઢતી મળી શકે છે. પગાર વધવાના પણ પ્રબળ યોગ છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જીવનસાથીનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે.