સ્પેશિયલ ફિચર્સ

500 રૂપિયાની આ નોટ માટે લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા છે, જુઓ શું છે ખાસ?

ભારતમાં જ નહીં પણ પૂરી દુનિયામાં લોકો ગુડ લક અને બેડ લકમાં માનનારા લોકો હાજર છે. નાની નાની વસ્તુને લોકો લક સાથે જોડીને જુએ છે. આવી સ્થિતિમાં મૂળાંક અને એસ્ટ્રોલોજીમાં વિશ્વાસ કરનારા લોકો પણ સાત નંબરને ખૂબ જ ખાસ માને છે અને તેને લક સાથે જોડીને જુએ છે. આ માન્યતા પાછળ જ્યોતિષશાસ્ત્ર સાથે જોડીને જુએ છે.

કેટલાક લોકો હોય છે જેઓ સાત નંબરને લકી માને છે અને આ નંબરવાળી નોટ, નંબર પ્લેટ વગેરે ખરીદવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતાં પણ નથી ખચકાતા. હવે સોશિયલ મીડિયા પર આવી જ એક 500 રૂપિયાની નોટ વાઈરલ થઈ રહી છે. ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટનો સિરીયલ નંબર તેને ખાસ બનાવે છે.

આ પણ વાંચો: કેવી હશે 5000 રૂપિયાની નોટ? RBIએ શું કહ્યું જાણી લો એક ક્લિક પર…

સોશિયલ મીડિયા યુઝર્સે જેવી આ ખાસ નંબરવાળી નોટ નાખી એટલે પોસ્ટ પર ઈમ્પ્રેશનની ભરમાર આવી ગઈ. આ પોસ્ટ રેડિટ પર વાઈરલ થઈ રહી છે. ફોટોમાં જોવા મળે છે કે આ 500 રૂપિયાની નોટનો સિરીયલ નંબર 1DL 777777 છે. ઈન્ટરનેટ પરની આ પોસ્ટ પર ઈમ્પ્રેશનની ભરમાર થઈ ગઈ. યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ અને લાઈક્ કરી રહ્યા છે. કેટલાક લોકો કમેન્ટ બોક્સમાં નોટ ખરીદવા માટે કમેન્ટ કરી રહ્યા છે.

આવી સ્પેશિયલ નોટવાળી નોટ ખરીદવા માટે કરન્સી કલેક્ટર્સ માટે લાકો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. એમના માટે આ ખૂબ જ રેયર નોટ્સ હોય છે અને નોટ જેટલી જૂની એટલું જ તેની કલેક્શન વેલ્યુ વધારે હોય છે.

આ પણ વાંચો: 500 રૂપિયાની કેવી નોટ ચાલશે નહીં? નવી ગાઈડલાઈનમાં આરબીઆઈએ કરી સ્પષ્ટતા…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર @ResponsibleWalrus361 નામના યુઝર દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે બધા લોકો આ જોઈ લો. મને આ ખૂબ જ રેર કહી શકાય એવી 500 રૂપિયાની નોટ મળી છે. હું આ નોટના બદલામાં કેટલા પૈસા કમાવી શકું છું? અત્યાર સુધીમાં આ રેડિટ પોસ્ટ પર 9000થી વધુ અપ્સ મળી ચૂક્યા છે અને 700થી વધુ કમેન્ટ્સ આવી ચૂકી છે. કમેન્ટ સેક્શનમાં લોકો આ નોટ ખરીદવા માટે મોટી રકમ ખર્ચવાની તૈયારી દેખાડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button