Ram mandir: તમે પણ ઘરે કરો રામની આ ચાર સ્તુતિને મેળવો પ્રભુના આશીર્વાદ
અયોધ્યાઃ આજે અયોધ્યા( Ayodhya) ખાતે નિર્માણ પામેલા ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે આખો દેશ અને વિશ્વના શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. સમગ્ર વિશ્વ જાણે રામનામના રંગથી રંગાઈ ગયું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામે પોતાપોતાની રીતે રામનામનો જાપ કરવાનું નક્કી કર્યું છે ત્યારે અમે તમને ચાર સ્તુતિ કે શ્ર્લોક જણાવીએ છીએ જે પ્રાણ પ્રતિષ્ઠા સમયે રટવાથી તમને પણ રામના આશીર્વાદ મળશે અને જીવનમાં દિવ્યતાનો અનુભવ થશે.
ભગવાન રામની મુખ્ય સ્તુતિ
ભગવાન રામની મુખ્ય સ્તુતિ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય… છે. તુલસીદાસ દ્વારા લખાયેલી વિનય પત્રિકામાં આનો ઉલ્લેખ છે. . આ સ્તુતિનો નિયમિત પાઠ કરવાથી સંસ્કારો શુદ્ધ થાય છે. વ્યક્તિ દૈવીય કૃપાનો અનુભવ કરે છે. દરરોજ સાંજે આ સ્તુતિનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. પરિવારના સભ્યોને આ સ્તુતિ પાઠ કરવાથી સમગ્ર પરિવારનું કલ્યાણ થાય છે. ભગવાન રાનું આ ખૂબ જ પ્રસિદ્ધ અને જૂનું ભજન છે. જો તમારી પાસે કોઈ પુસ્તકમાં ન હોય તો યુ ટ્યૂબ પણ પણ મળી જશે. સ્વરસામા્રજ્ઞી લતા મંગેશકરે આ ભજન ખૂબ જ સુંદર રીતે ગાયું છે.
ભગવાન રામની બીજી સ્તુતિ
ભગવાન રામની બીજી સ્તુતિ રામ રક્ષા સ્તોત્ર છે. જો કે, તેનો નિયમિત પાઠ કરી શકાય છે. પરંતુ જો સ્વાસ્થ્યની પરેશાની હોય તો આ પાઠ ચોક્કસ કરવો. . આ પાઠ કરતી વખતે તમારી સામે પાણીથી ભરેલું વાસણ રાખો. પાઠ પછી તે પાણી શરીર પર લગાવો. શરીરના દરેક અંગને તેનો લાભ મળશે અને સ્વસ્થતા અનુભવશો.
ભગવાન રામની ત્રીજી સ્તુતિ
ભગવાન રામની ત્રીજી સ્તુતિ ઉત્તરકાંડમાં ભગવાન શિવ દ્વારા કરવામાં આવી છે. આ સ્તુતિ છે- જય રામ રામ રામનમ્ શમનમ. આ સ્તુતિ ભગવાન રામના રાજ્યાભિષેક સમયની છે. આ સ્તુતિનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિ રાજ્ય પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જો તમને નોકરી સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા કોઈ ઉચ્ચ પદ મેળવવા ઈચ્છતા હોય તો દરરોજ સવારે આ સ્તુતિનો પાઠ કરવો જોઈએ.
ભગવાન રામની ચોથી સ્તુતિ
ભગવાનની ચોથી સ્તુતિ, ભગવાન સૂર્યની સ્તુતિ, આદિત્ય હૃદય સ્તોત્ર છે. રામાયણના યુદ્ધકાંડમાં આ સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન રામે યુદ્ધ જીતવા માટે સૂર્ય ભગવાનની આ સ્તુતિ કરી હતી. તેનો પાઠ કોઈપણ પ્રકારના યુદ્ધ, વિવાદ અને મુકદ્દમામાં સફળતા માટે અચૂક છે. સવારે ઊગતા સૂર્ય પહેલાં તેનો પાઠ ઉત્તમ માનવામાં આવે છે.