રક્ષાબંધનના દિવસે સવારે કરો આ 4 ઉપાય, ભાગ્ય ચમકશે અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને દેશભરમાં આ તહેવારની એક અલગ જ રોનક જોવા મળી રહી છે. રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાના પ્રતિક સમાન છે. આ દિવસે બહેનો ભાઈઓ તેમ જ કેટલી મહિલાઓ ભગવાનને પણ રાખડી બાંધે છે, જે આસ્થાનું પ્રતિક છે. આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવા ઉપાયો વિશે કે જે રક્ષાબંધનના દિવસે સવારે કરવામાં આવે તો આ દિવસ માત્ર ભાવનાત્મક જ નહીં પણ ભાગ્યોદયનું કારણ પણ બને છે. ચાલો જોઈએ શું છે આ ઉપાય-
આર્થિક તંગી દૂર કરવા કરો આ ઉપાય

જો તમારો ભાઈ કોઈ આર્થિક સમસ્યાથી ગ્રસ્ત છે તો રક્ષાબંધનની સવારે આ ખાસ ઉપાય ચોક્કસ કરો. આ દિવસે સવારે વહેલા ઉઠીને, સાફ વસ્ત્ર પહેરીને મંદિરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરો. પૂજાની થાળીમાં રાખડીની સાથે એક ચાંદીનો સિક્કો કે એક રૂપિયાનો સિક્કો રાખો. પૂજા દરમિયાન ભગવાન ગણેશજીને રાખડી બાંધો અને ચાંદીનો સિક્કો કે રૂપિયો બાપ્પાને અર્પણ કરો. બીજા દિવસે ગણેશજીને પ્રણામ કરીને એ સિક્કાને લાલ કપડાં બાંધીને તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો. આ ઉપાય આર્થિક તંગી દૂર કરીને આવકમાં વધારો કરે છે.
આ પણ વાંચો: ભારતના આ ગામમાં રક્ષાબંધન પર રાખડી નથી બંધાતી, બહેનો કરે છે વિલાપ…
પ્રગતિ માટે આટલું અવશ્ય કરો

રાખડી બાંધતા પહેલાં જો તમે પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવજીની પૂજા અને અભિષેક કરશો તો આ ઉપાય પ્રગતિના નવા નવા રસ્તા ખોલશે. શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરીને શિવજીને રાખડી અર્પિત કરો. આ ઉપાય કરિયર, શિક્ષણ અને વ્યવસાય બંનેમાં પ્રગતિનું કારણ બનશે. આ ઉપાયથી ભાઈ-બહેન બંનેના જીવનમાં સફળતા મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે.
સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટેનો ઉપાય

રક્ષા બંધનની સવારે મા લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરીને સાફ કપડાં પહેરીને પૂજા સ્થાન પર બેસીને ઓમ શ્રીં હ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. આ સાથે સાથે તમે ઓમ ગણ ગણપતયે નમઃ મંત્રનો પણ જાપ કરો. આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને તમામ પરેશાનીઓ ધીરે ધીરી નષ્ટ થાય છે. આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં આવેલું ભાઈ-બહેનનું મંદિર, સતયુગ સાથે છે સંબંધ, રક્ષાબંધન પર અહીં…
પરિવારની ખુશહાલી માટે કરો આટલું

જો તમે આખા પરિવારની ખુશહાલીની કામના કરો છો આ વિશેષ ઉપાય રક્ષાબંધનની સવારે અવશ્ય કરો. આ દિવસે સવારે એક રેશમનો નાનો કપડાંનો ટૂકડો લો અને એમાં એક રૂપિયાનો સિક્કો, થોડી રાઈ, કેસર, સોનું કે ચંદન, ચોખા અને લીલા દૂર્વા રાખીને એક પોટલી બનાવી લો. આ પોટલીને રંગીન ધાગા કે મૌલીથી બાંધીને ઘરના મંદિરમાં રાખીને વિધિવત પૂજા કરો. આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ અને હસી-ખુશીનો માહોલ રહેશે. ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.