સ્પેશિયલ ફિચર્સ

અજગરે કર્યો ઝાડ પર શિકાર અને પછી જે થયું એ જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે…

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા ફોટો અને વીડિયો વાઈરલ થતાં હોય છે કે જે જોઈને આપણું મગજ એકદમ સુન્ન થઈ જાય. આવો જ એક વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક અજગર પોતાના શિકારને મોઢામાં પકડીને કલાકો સુધી ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. આવો જોઈએ શું છે આ આખો વીડિયો અને આખરે અજગર કરેલા શિકાર પર પોતાનો કબજો જમાવી રાખવામાં સફળ રહ્યો કે તેણે વીલા મોઢે પોતાની હાર સ્વીકારવી પડી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયો રૂંવાડા ઊભા કરી નાખે એવો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયોમાં અજગર (python) પોતાના શિકારને મોઢામાં દબોચીને ઝાડ પર લટકતો જોવા મળી રહ્યો છે. Instagram User સ્ટુઅર્ટ મેકેન્ઝીએ પોતાના એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે.
વિડીયોના કેપ્શનમાં સ્ટુઅર્ટ લખ્યું છે કે “આ ખરેખર પાગલપન છે. મારા ઘરની નજીકના ઝાડ પર એક કાર્પેટ અજગર લટકી રહ્યો છે, અને તેણે પોતાના મોઢામાં શિકાર પકડી રાખ્યો છે. અજગર આ જ સ્થિતિમાં આશરે 12 12 કલાક સુધી લટકતો જોવા મળ્યો હતો.


આગળ સ્ટુઅર્ટે એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે અંતમાં શું થયું હતું. સ્ટુઅર્ટે આગળ જણાવ્યું હતું કે વજન અને નીચેના દાંત પર આવી રહેલાં પ્રેશરને કારણે અજગર પોતાનો શિકાર છોડવામાં અસમર્થ હતો, જોકે આ તો મારું માનવું છે, કારણ કે તેઓ 12 કલાકથી આ જ સ્થિતિમાં લટકી રહ્યા હતા. સ્ટુઅર્ટે પોસમનું વજન ઉપાડવા અને સાપને ઝાડ સુધી ઉપર પહોંચડવા માટે પૂલ સ્કૂપનો ઉપયોગ કર્યો હતો. જેવો તેણે પૂલ સ્કૂપનો ઉપયોગ કર્યો કે તરત જ અજગરે માથુ હલાવીને પોતાના શિકારને નીચે ફેંકી દીધો હતો. આવું કરીને કદાચ તે રાહત અનુભવી રહ્યો હતો એવો વિશ્વાસ પણ સ્ટુઅર્ટે વ્યક્ત કર્યો હતો.


વીડિયોની શરૂઆતમાં અજગર શિકારની સાથે પોતાની જાતને ઉપર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ એમાં તેને સફળતા મળી નહોતી..


આ દિલધડક વીડિયો બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 3.8 લાખથી વધુ લોકો તેને જોયો છે. આ વીડિયોને 11 હજારથી વધુ લાઈક મળી ચૂકી છે. યુઝર્સ આ પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયા અન આપી રહ્યા છે.


એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કમેન્ટ લખ્યું હતું કે “અજગરે ચાવી શકાય એના કરતાં વધુ મોટુ બચકું ભરી લીધું છે. બીજા એક નેટીઝન્સે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું છે કે જો સાપ ભૂખ્યો હશે તો એના માટે આ નિરાશાજનક છે, પણ તે શિકારને જવા નહીં જ દે.. ત્રીજા એક યુઝરે સ્ટુઅર્ટના વખાણ કરતાં કમેન્ટ કરી છે કે અજગરને મદદ કરીને તમે સારું કામ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button