Indian Railwayના સ્ટેશનના નામ પાછળ 'પુર' અને 'બાદ' કેમ લાગે છે? 99 ટકા લોકોને નથી ખબર કારણ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Indian Railwayના સ્ટેશનના નામ પાછળ ‘પુર’ અને ‘બાદ’ કેમ લાગે છે? 99 ટકા લોકોને નથી ખબર કારણ…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણે અનેક વખત રેલવેમાં પ્રવાસ કરતી વખતે જોયું હશે કે સ્ટેશનના નામની પાછળ પુર કે બાદ લખવામાં આવતું હોય છે, પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? 99 ટકા લોકોને આ પાછળનું સાચું કારણ નથી ખબર હોતી, ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

કાનપુર, ઉદયપુર, જયપુર, રામપુર, ગોરખપુર, નાગપુર, રાયપુર જેવા અનેક સ્ટેશન ભારતમાં આવેલા છે જેમના પાછળ પુર લખવામાં આવે છે. વાત કરીએ નામની પાછળ કેમ પુર લખવામાં આવે છે એની તો પુર શબ્દનો અર્થ શહેર કે કિલ્લો એવો થાય છે. આનો ઉપયોગ આજકાલથી નહીં પણ ઋગ્વેદના સમયથી થાય છે જેમ કે હસ્તિનાપુર. તત્કાલિન રાજા-મહારાજાઓ પોતાના નામની પાછળ પુર શબ્દને જોડીને શહેરનું નામ રાખતા હતા. એવો દાવો કરવામાં આવતો હતો કે આની પાછળનું કારણ એટલું જ હતું કે જ્યારે ભવિષ્યમાં ઈતિહાસ જુએ તો તેમને રાજા-મહારાજાઓના નામ યાદ રહે.

વાત કરીએ બાદ શબ્દની તો અમદાબાદ, ફિરોઝાબાદ, ગાઝિયાબાદ, મુરાદાબાદ… આ લિસ્ટ ખૂબ જ લાંબુ છું અને અનેક એવા શહેરો છે કે જેમના નામમાં બાદ શબ્દ આવે છે. અહીંયા તમારી જાણ માટે કે ભારત જ નહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ અનેક એવા શહેરો છે કે જેમના નામમાં છેલ્લે બાદ આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરોના નામમાં બાદ શબ્દ અપભ્રંશથી આવ્યો છે અને સાચા શબ્દ તો શહેરના નામની સંધિનો વિચ્છે કર્યા બાદ આવે છે. હકીકતમાં આ શબ્દ બાદ અને આબાદ છે. આબાદ એ એક ફારસી શબ્દ છે અને આબનો અર્થ પાણી થાય છે. આનો અર્થ થાય છે એ જમીન કે જ્યાંથી પાકને ઉગાડવામાં આવે છે. આ સાથે એવી જગ્યા કે જે રહેવા લાયક હોવાની સાથે સાથે પાણીની પૂર્તિ કરનાર જગ્યા હોય.

જાણકારોના જણાવ્યા અનુસાર આ નામની પાછળ બાદ લખવાની તો રાજાને શહેરનું નામ જે પણ રાખવું હતું એની પાછળ તેઓ બાદ રાખતા હતા. ઉદાહરણ આપીને વાત કરીએ તો ફિરોઝ શાહના નામ પરથી ફિરોઝાબાદ એવું નામ પડ્યું છે. આ સિવાય ઈ.સ. 1411માં સુલ્તાહ અહમદ શાહે પોતાના નામ અહમદ પરથી ભારતના માન્ચેસ્ટર ગણાતા અહમદાબાદ કે જેને આપણે અમદાવાદ તરીકે ઓળખીએ એનું નામ રાખ્યું હતું.

છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આપણ વાંચો:  રાજ્યમાં પ્રથમ નોરતે વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભીડ જામી

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button