મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Viral Video: લગ્નના બે મહિના બાદ જ Radhika Merchantએ આપશે Good News?

હાલમાં આખું મુંબઈ જ નહીં પણ દેશ ગણેશોત્સવની ઊજવણીમાં ડૂબી ગયો છે. બોલીવૂડ સેલેબ્સથી લઈને ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ બાપ્પાની સ્થાપના કરી છે. હર હંમેશની જેમ જ જાણીતા ઉદ્યોગપતિ Mukesh Ambani-Nita Ambaniએ પણ મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે ભગવાન ગણેશજીની સ્થાપના કરી અને ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરી હતી. જોકે, આ દરમિયાનનો Radhika Merchantનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને કારણે રાધિકા પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રાધિકાએ-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી નાની વહુ રાધિકા મર્ચન્ટનો હાથ પકડીને મીડિયા સામે લાવી રહ્યા છે. આ સમયે રાધિકા પેટ પર હાથ રાખીને ચાલતી જોવા મળી રહી છે અને તે ખૂબ જ સંભાળીને ચાલી રહી છે. આ સમયે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે રાધિકા પ્રેગ્નન્ટ છે.

આ વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સ તેના પર જાત જાતની ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે રાધિકા પ્રેગ્નન્ટ છે, કારણ કે તેણે ફ્લેટ ચંપલ પહેર્યા છે અને તે પેટ પર હાથ રાખીને ચાલી રહી છે. નીતા અંબાણી આમ તો એક કેરિંગ સાસુ છે જ પણ તેઓ રાધિકાની થોડી વધારે જ કાળજી રાખી રહ્યા છે. ચાલતી વખતે તેણે નીતા અંબાણીના હાથ પકડી લીધા છે. આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે ચોક્કસ જ રાધિકા પ્રેગ્નન્ટ છે. એટલે ટૂંક સમયમાં જ અંબાણી પરિવારમાં હવે ગોદ ભરાઈના કાર્યક્રમો યોજાવવાના શરૂ થઈ થશે.

આ પણ વાંચો : ગણેશોત્સવમાં Radhika Merchantએ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું કે…

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં જ એટલે કે જુલાઈમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થયા હતા. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિઓ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા આ લગ્નની નોંધ માત્ર દેસી મીડિયાએ જ નહીં પણ વિદેશી મીડિયાએ પણ લીધી હતી. દેશ-વિદેશથી અનેક જાણીતા લોકોએ આ લગ્નમાં હાજરી આપતી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત