અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટને આ શું થયું? આવા કપડાં પહેરીને પહોંચી મંદિરમાં દર્શને… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટને આ શું થયું? આવા કપડાં પહેરીને પહોંચી મંદિરમાં દર્શને…

દુનિયાના ધનવાન અને પાવરફૂલ પરિવારમાં એક એવા અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હવે પરિવારના નાના વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી મંદિરમાં દર્શને પહોંચ્યા હતા. જેના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં રાધિકાનો સિમ્પલ લૂક જોઈને તમે પણ ચોંકી ઉઠશો. ચાલો જોઈએ આખરે કયા મંદિરે રાધિકા અને અનંત કયા મંદિરો પહેંચ્યા છે…

અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની વૈભવી જીવનશૈલીની સાથે સાથે પારિવારિક મૂલ્યો, સંસ્કારો અને ધાર્મિક આસ્થા માટે પણ એટલો જ જાણીતો છે. પરિવારનો દરેકે દરેક સભ્ય જ થોડાક સમયે કોઈને કોઈ મંદિરની મુલાકાત લેતો હોય છે અને એના ફોટો, વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના મંદિરમાં દર્શન કરતાં ફોટો વાઈરલ થતાં હોય છે. મળતી માહિતી અનુસાર આ ફોટો નવરાત્રિ સમયના છે, જે હાલમાં વાઈરલ થઈ રહ્યા છે.

વાઈરલ થઈ રહેલાં ફોટોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી દેવીમા ના દર્શન કરતાં જોવા મળે છે. વાત કરીએ રાધિકાના લૂકની તો આ સમયે રાધિકા એકદમ સિમ્પલ પ્રિન્ટેડ કૂર્તામાં જોવા મળી હત અને તેના ગળામાં મંગળસૂત્ર જોવા મળી રહ્યું છે. રાધિકાએ નો મેકઅપ લૂક સાથે હેરસ્ટાઈલમાં પોનીટેલ વાળી છે. જ્યારે અનંત હર હંમેશની જેમ સિમ્પલ નેવી બ્લ્યૂ રંગના શર્ટમાં જોવા મળી રહ્યો છે. બંનેના કપાળ પર તિલક અને ગળામાં માતારાનીની ચૂનરી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર અવારનવાર કોઈને કોઈ મંદિરની મુલાકાત લેતાં હોય છે. થોડાક સમય પહેલાં જ મુકેશ અંબાણી અને આકાશ અંબાણી ચાર ધામમાંથી એક એવા કેદારનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ સમયે અંબાણી પરિવારે મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપ્યા હોવાના રિપોર્ટ સોશિયલ મીડિયા વાઈરલ થયા હતા.

આ ઉપરાંત અંબાણી પરિવાર કોઈ પણ શુભ કાર્ય કે મહત્ત્વના કામ પહેલાં નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરની મુલાકાત ચોક્કસ લેતો હોય છે. હાલમાં જ આખો અંબાણી પરિવાર આકાશ અંબાણી અને ઈશા અંબાણીના બર્થડે સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યો હતો.

આપણ વાંચો:  ભારતમાં સોનાનો સૌથી મોટો ભંડાર કયા રાજ્યમાં છે? ગુજરાત, દિલ્હીનું નથી નામ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button