સ્પેશિયલ ફિચર્સ

શું તમે માથાના દુખાવાથી પરેશાન છો?

આ ઘરગથ્થુ ઉપાયોથી તમને મિનિટોમાં જ દર્દથી રાહત મળશે

માથાનો દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જેનો મોટાભાગના લોકો દરરોજ સામનો કરે છે. કેટલાક લોકોને તોકોઈને કોઈ કારણસર દર બીજા દિવસે માથાનો દુખાવો થાય છે. તેની પાછળના કારણો વિશે વાત કરીએ તો સ્ટ્રેસ-ટેન્શન, નબળી નર્વસ સિસ્ટમ, ઉંઘ ન આવવી, ઓછું પાણી પીવું, વધારે પડતો સ્ક્રીન ટાઈમ, ખરાબ પાચન, પોષણની ઉણપ અથવા હોર્મોનલ સમસ્યાઓને જવાબદાર ગણવામાં આવે છે. માઇગ્રેન અને સાઇનસ પણ સતત માથાના દુખાવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં અહીં સૂચવવામાં આવેલા ઉપાયો અસરકારક સાબિત થઇ શકે છે અને માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે.

યોગઃ નિષ્ણાતોના મતે ‘યોગ’ આપણા શરીર માટે કુદરતી પેઇનકિલર છે. આપણે જ્યારે નિયમિત રીતે ધ્યાન ધરીએ છીએ ત્યારે શરીર એન્ડોર્ફિન હોર્મોન્સ મુક્ત કરે છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે અને માથાનો દુખાવો જેવી સમસ્યા દૂર રહે છે.


પૂરતું પાણી પીઓઃ નિષ્ણાંતો માથાનો દુખાવોના ઈલાજ તરીકે પૂરતું પાણી પીવાની ભલામણ કરે છે. તેમના મતે, પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં મદદ મળે છે અને ખોરાક સારી રીતે પચી જાય છે. આ ઉપરાંત ગેસ કે કબજિયાત જેવી કોઈ સમસ્યા નથી રહેતી. પાણી પીવાથી મનને પણ શાંતિ મળે છે.


આંખોનું ધ્યાન રાખોઃ આંખોની નબળાઈ પણ માથાનો દુખાવોનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ કારણે તમને આંખોનું વધુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. દરરોજ સવારે આંખો સાફ કરવી ખૂબ જ જરૂરી છે. તેમજ કામમાંથી બ્રેક લઈને આંખની કસરત કરવી ફાયદાકારક છે.


માલિશઃ ગરદન, માથું અને ખભા પર માલિશ કરીને પણ માથાના દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. માથાના દુખાવા માટે તેલ માલિશની રેસિપી વર્ષોથી અપનાવવામાં આવે છે. તમે હેડ મસાજ કરો. તેનાથી રાહત મળશે અને સમસ્યા દૂર થશે.


આ ઉપરાંત એક્યુપ્રેશરમાં પણ માથાના દુખાવાની સારવાર જણાવવામાં આવી છે. તેમાં માથાના કેટલાક પોઇન્ટ્સ દબાવવાનું જણાવવામાં આવે છે. એને કારણે માથાનો દુખાવો દૂર થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button