Public Toilet ના દરવાજા નીચેની બાજુએથી કેમ ખુલ્લા હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
જો તમે નોટિસ કર્યું હશે તો તમને ખ્યાલ આવ્યો જ હશે કે જાહેર સ્થળો પછી એ મૂવી થિયેટર હોય કે મોલ બધી જગ્યાએ પબ્લિક ટોઈલેટના દરવાજા નીચેની તરફથી ખુલ્લા હોય છે. પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? તમને જાણીને નવાઈ લાગશે કે આવું હોવાના એક નહીં પણ બે કારણો હોય છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.
આ પણ વાંચો : આ ચાર વસ્તુને ખોરાકમાં આપો સ્થાન પછી દૂર થઈ જશે વિટામિન B12ની ઉણપ…
પબ્લિક ટોઈલેટના દરવાજા નીચેની તરફ ખુલ્લા રાખવામાં આવે છે એના બે કારણો હોય છે અને એમાંથી પહેલું કારણ એટલે સફાઈની દ્રષ્ટિએ આવું કરવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ સરળતાથી મોપ કરી શકે અને ઓછા સમયમાં વધુમાં વધુ સફાઈ કરી શકાય એ માટે પણ આવું કરવામાં આવે છે. આ ઉપરાંત ટોઈલેટના દરવાજા નીચેથી ખુલ્લા હોવાને કારણે એર વેન્ટિલેશન સરળતાથી થાય છે અને દુર્ગંધ પણ નથી આવતી.
બીજા અને મહત્ત્વના કારણ વિશે વાત કરીએ તો આ કારણ સુરક્ષા સંબંધિત છે. ટોઈલેટના દરવાજા નીચેથી ખુલ્લા હોવાને કારણે મુશ્કેલ કે ઈમર્જન્સીમાં અંદર શું થાય છે એનો અંદાજો દરવાજા નીચે ખુલ્લા હોવાથી લગાવવામાં મદદ મળી રહે છે.
આ ઉપરાંત જો ટોઈલેટમાં કોઈ ધૂમ્રપાન કરી રહ્યું હોય તો એની પણ માહિતી મેળવી શકાય છે.
જો કોઈ કારણસર દરવાજો લોક થઈ જાય છે કે ખોલી નથી શકાતો તો આવી પરિસ્થિતમાં અંદર ફસાયેલી વ્યક્તિને બહાર કાઢવાનું સરળ બની જાય એ હેતુથી પણ જાહેર સ્થળોએ શૌચાલયના દરવાજા નીચેની બાજુથી ખુલ્લા રાખવામાં આવે છે.
આ પણ વાંચો : 21 દિવસ સુધી પાણીમાં નાખીને આ વસ્તુ પીવો અને જુઓ મેજિક…
હવે ખ્યાલ આવ્યો ને કે જાહેર સ્થળો પર કેમ શૌચાલયના દરવાજા નીચેની બાજુએથી ખુલ્લા મૂકવામાં આવે છે. છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન? તમે પણ તમારા મિત્રો કે લાગતા વળગતા લોકો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને?