સ્પેશિયલ ફિચર્સ

આવી આદતો તમારી કિડનીને ખરાબ કરે છે

કિડની આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું અંગ છે એની કેર કરવી જ જોઈએ. પણ શું તમને ખબર છે કેટલીક આપણી સામાન્ય આદતોને કારણે આપણી કિડની ડેમેજ થાય છે. આજે અમે તમને એવી ઘણી જ સામાન્ય લાગતી કેટલીક આદતોની વાત કરીશું જે તમારી કિડની ડેમેજ કરવામાં નિમિત્ત બને છે.

સ્મોકિંગઃ
સ્મોકિંગ આરોગ્ય માટે ઘણું જોખમકારક તો છે જ, સાથે સાથે તે કિડનીને પણ ડેમેજ કરે છે. સ્મોકિંગ કરવાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે જેના કારણે કિડની સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.


પ્રોટીનયુક્ત આહારઃ
પ્રોટીનયુક્ત આહાર લેવો જરૂરી છે, પણ વધારે પ્રમાણમાં પ્રોટીનયુક્ત આહાર લેવાથી પણ કિડની પર વધારે દબાણ પડે છે જે તેને ડેમેજ કરી શકે છે.


પેઇનકિલર્સઃ-
માથાના દુખાવા કે શરીરના અન્ય દુખાવાને દૂર કરવા માટે આડેધડ લેવામાં આવતી અને ઓવર ધ કાઉન્ટર મળતી પેઇનકિલર્સનો વધારે પડતો ઉપયોગ પણ કિડનીને ડેમેજ કરી શકે છે.


પાણીઃ-
જો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો તેનાથી પણ કિડનીને અસર થાય છે અને સમય જતા કિડની ડેમેજ થવાનું જોખમ રહે છે.


મીઠુઃ-
જે લોકો ભોજનમાં વધારે પડતું મીઠું લેતા હોય છે તેમને કિડની ડેમેજ થવાનું જોખમ વધી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button