હેં, બાળકોના નામ રાખી-રાખીને આ મહિલા કરે છે લાખો રૂપિયાની કમાણી, સ્ટોરી જાણીને ચોંકી ઉઠશો…

આપણે ત્યાં બાળકોનું નામકરણ કરવા માટે માતા-પિતા, પંડિતો કે નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે. આ નામકરણ સંસ્કાર બાદ દક્ષિણા આપવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આજકાલના અમીર માતા-પિતા બાળકોના નામ રાખવા માટે પ્રોફેશનલની મદદ કે સલાહ લે છે અને એ માટે મોટી ફીસ પણ આપતા અચકાતા નથી. ટૂંકમાં કહીએ તો બાળકોના નામ રાખવા એ એક શાનદાર પ્રોફેશન બની ગયું છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સાન્ફ્રાન્સિસકોની ટેલર એ હમ્ફ્રી નામની મહિલાએ એક દાયકા પહેલાં બાળકોના નામ રાખવા અંગેની પોસ્ટ નાખવાનું શરૂ કર્યું અને હવે તેણે પોતાના આ પેશનને પ્રોફેશન બનાવી દીધું છે. ટેલર એક બાળકના નામકરણ માટે 30,000 ડોલર એટલે કે 26,64,889 રૂપિયાની ફી વસૂલે છે. અત્યાર સુધીમાં ટેલરે 500થી વધુ બાળકોના નામકરણ કર્યા છે.

ટેલર હમ્ફ્રી એક કન્સટેન્ટ ફર્મ ચલાવે છે અને 2020માં તેમની ફર્મ પાસેથી 100થી વધુ અમીર માતા-પિતાએ પોતાના સંતાનોના નામકરણ માટે મદદ માંગી હતી અને આ સમયે તેમને દોઢ લાખ ડોલરથી વધુની કમાણી કરી હતી.
પોતાના આ પ્રોફેશન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અમારા તમામ ગ્રાહકો ગુમનામ છે અને એમાં અમીર લોકોથી લઈને જાણીતા સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોતાના બાળકો માટે યોગ્ય નામ પસંદ કરવા માટે અમારી પાસેથી મદદ લે છે. 2021થી આની ડિમાન્ડ વધવા લાગી. જોકે, આ સમયે અમારી ટીકા કરનારા લોકો પણ હતા. તેમ છતાં અમારા બિઝનેસને આગળ વધારવામાં લોકએ ખૂબ જ મદદ કરી છે.
હમ્ફ્રીના જણાવ્યા અનુસાર અમારા કામમાં માત્ર બાળકો માટે સારું કે સાચું નામ શોધવું એટલં જ નથી હોતું, પણ અમે લોકો નામકરણની સાથે સાથે એક ચિકિત્સક કે મીડિયેટરનો રોલ પણ પ્લે કરીએ છીએ. પરંતુ હું જે કામ કરું છું એ ખૂબ જ મહત્ત્વનું છે. સોશિયલ મીડિયા પર અમારી મજાક ઉડાવવામાં આવે છે, જે થોડું શરમજનક છે. હું બાળકોના નામ વિચારી વિચારીને જ મારું ગુજરાત ચલાવું છું…
છે ને એકદમ અનોખી અને અજબ-ગજહની સ્ટોરી? આ સ્ટોરી તમારા મિત્રો સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…શું ગર્ભાવસ્થામાં પેરાસિટામોલ લેવી સુરક્ષિત છે? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું વિવાદીત નિવેદન