ગ્રહોના રાજકુમાર અને ગુરૂની થશે યુતિ, આ રાશિના લોકોને મૌજા હી મૌજા… જોઈ લો તમારી રાશિ તો નથી ને???

દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશીને અનેક શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે. જેની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. પાંચ દિવસ બાદ આવું જ એક મહત્વનું ગોચર થવા જઈ રહ્યું છે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે. 26મી માર્ચના દિવસે 12 વર્ષ બાદ બુધ અને ગુરૂની મેષ રાશિમાં યુતિ થવા જઈ રહી છે. આ યુતિને જયોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવી છે. તમારી જાણ માટે કે ગ્રહોના રાજકુમાર બુધ પહેલાંથી જ મેષ રાશિમાં બિરાજમાન છે અને 26મી માર્ચના ગુરૂ પણ ગોચર કરીને આ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ચાર રાશિના જાતકો માટે બુધ અને ગુરૂની આ યુતિ ખૂબ જ લાભદાયી સાબિત થાય એવી શક્યતા છે. ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ યુતિનો લાભ થઈ રહ્યો છે…

મિથુન રાશિના જાતકો માટે મેષ રાશિમાં ગુરૂ અને બુધની થઈ રહેલી યુતિ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. ધનની પ્રાપ્તિ થઈ રહી છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. વેપારીઓની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. શેર બજાર કે લોટરીમાં કામ કરી રહેલા લોકોને આ સમય દરમિયાન સારો એવો લાભ થઈ રહ્યો છે.

જ્યોતિષી જણાવ્યા અનુસાર કર્ક રાશિના જાતકોના કર્મ ભાવમાં બુધ અને ગુરૂની યુતિ થઈ રહી છે. નોકરી કરી રહેલા લોકો અને અને વેપાર કરી રહેલા લોકોને પણ આ સમયગાળામાં લાભ થઈ રહ્યો છે. અટકી પડેલા કામ પૂરાં થઈ રહ્યા છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારીઓની કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. કામના સ્થળે તમારા કામના વખાણ થઈ રહ્યા છે.

તુલા રાશિના લોકો માટે બુધ અને ગુરૂની આ યુતિ અનુકૂળ સાબિત થઈ રહી છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી અને સુખ શાંતિ જળવાઈ રહેશે. પાર્ટનરશિપમાં કોઈ પણ બિઝનેસ કરવા માટે સમય એકદમ અનુકૂળ છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. કુંવારા માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

આ રાશિના લોકોના કુંડળીના નવમા ભાવમાં ગુરૂ અને બુધની યુતિ થઈ રહી છે, જેને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. એટલું જ નહીં આ રાશિના લોકોને એ દરેક કામમાં સફળતા મળી રહી છે જેમાં અવરોધ આવી રહ્યો હતો. સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. દેશ વિદેશની યાત્રાના યોગ બની રહ્યા છે જેને કારણે ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે.