Prime Minister Narendra Modiને છે ખૂબ જ પસંદ છે આ ખાસ ડિશ, તમે પણ ઘરે ઝટપટ બનાવી જુઓ…
આજે Prime Minister Narendra Modiનો જન્મ દિવસ છે અને દેશ દુનિયાના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પણ તમને પીએમ નરેન્દ્ર મોદીની મનગમતી ડિશ કઈ છે એ ખબર છે? ચાલો તમને જણાવીએ. શું તમને ખબર છે કે પીએમ નરેન્દ્ર મોદીને સ્પેશિયલ પરાઠા ખૂબ જ પસંદ છે? જી હા, પીએમ મોદીને પરાઠા ખૂબ જ પસંદ છે અને આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં અમે તમને આ પીએમ મોદીના આ સ્પેશિયલ પરાઠાની રેસિપી પણ જણાવીશું. ચાલો જાણીએ આ સ્પેશિયલ પરાઠા વિશે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાવા પીવાના ખૂબ જ શોખીન છે અને તેમ છતાં પણ તેમના ડાયેટમાં એકદમ હેલ્થી વસ્તુઓનો સમાવેશ થાય છે. ખુદ પીએમ મોદીએ પોતાના મનગમતા પરાઠા વિશે જણાવ્યું હતું. થોડાક દિવસ પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમને સરગવાની શીંગના પરાઠા ખૂબ જ પસંદ છે અને અઠવાડિયામાં એક વખત તેઓ ચોક્ક્સ આ પરાઠા ટ્રાય કરે છે. તેમણે જ જણાવ્યું હતું કે આ પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ એની સાથે સાથે જ તે એટલા જ સ્વાસ્થયવર્ધક પણ છે. ચાલો જાણીએ આ સ્પેશિયલ પરાઠા બનાવવાની રેસિપી…
આ માટે તમને જોઈશે સરગવાની શીંગના પાન, ઘઉંનો લોટ, બેસન, લસણ, અદરક, લીલું મરચું, લાલ મરચું, હળદર, જીરું, ગરમ મસાલા, તેલ અને સ્વાદ અનુસાર મીઠું. એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન મિક્સ કરી રહ્યા લો. એમાં મરચા, લસણ અને આદુની પેસ્ટ નાખો. ત્યાર બાદ તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, જીરું, મીઠું, સરગવાની શીંગના પાનની પણ પેસ્ટ મિક્સ કરી લો. આ લોટમાં પાણી અને થોડું તેલનું મોણ નાખીને સારી રીતે લોટ બાંધી લો. હવે આ લોટને 15 20 મિનિટ ઢાંકીને રાખી મૂકો. ત્યાર બાદ તેના નાના નાના લુવા બનાવીને પરાઠા વણી લો. હવે નોનસ્ટિક પેન પર ઘી લગાવીને આ પરાઠા શેકી લો. તૈયાર છે પીએમ નરેન્દ્ર મોદીના મનગમતા હેલ્થી સરગવાની શીંગના પરાઠા… એક વખત ચોક્ક્સ ટ્રાય કરજો…