સ્પેશિયલ ફિચર્સ

WhatsApp Account Hack થતાં અટકાવવું છે? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરશો…

વોટ્સએપએ આજના સમયનું સૌથી ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે અને હાલમાં જ 24થી વધુ દેશના કરોડો યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયા હોવાની માહિતી સામે આવી હતી. ખુદ મેટાએ આ વાતની પુષ્ટિ કરી છે.

Also read : WhatsApp એ ભર્યું મહત્ત્વનું પગલું, અત્યારે જાણી લેશો તો ફાયદામાં રહેશો નહીંતર…

શુક્રવારે વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર વોટ્સએપ આ સાઈબર હુમલા બાદ પેરેગોનને એક સીઝ એન્ડ ડેસિસ્ટ (Cease-and-Desist) નોટિસ મોકલાવી છે. એક નિવેદનમાં વોટ્સએપે જણાવ્યું હતું કે કંપની લોકોની પ્રાઈવસીની સુરક્ષા કરવાનું ચાલુ જ રાખશે. જોકે, પેરેગોન સોલ્યુસન્શે આ બાબતે કોઈ પણ ટિપ્પણી આપવાનો ઈનકાર કરી દીધો છે.

વોટ્સએપ એકાઉન્ટ હેક થાય ત્યારે ફોનમાં અમુક ચોક્કસ સિગ્નલ જોવા મળે છે. જો આ સિગ્નલને જાણી લેવામાં આવે તો તમારું એકાઉન્ટ હેક થતું અટકાવી શકાય છે. આ બધા વચ્ચે જો તમે તમારું વોટ્એસ એકાઉન્ટ હેક થતું બચાવવા માંગો છો તો અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમારા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે. ચાલો જોઈએ શું છે આ ટિપ્સ…

Also read : તમારા મેઇલ કે મેસેજમાં આવા શબ્દો આવે તો થઇ જજો સાવધાન….!

વોટ્સએપ હેક થાય તો આટલું કરો-

⦁ સૌથી પહેલાં તો જેવું તમને ખ્યાલ આવે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે તો સૌથી પહેલાં આ એપ અનઈન્સ્ટોલ કરીને ગૂગલ પ્લે કે એપ સ્ટોર પરથી ફરી ડાઉનલોડ કરો અને પાછું લોગ ઈન કરવાનો પ્રયાસ કરો.
⦁ જો હેકરે ટુ સ્ટેપ વેરિફિકેશન ઈનેબલ કર્યું હશે તો તમને સાત દિવસ સુધી રાહ જોવી પડશે. પરંતુ આ સાથે સાથે જ હેકર્સ પણ તમારા વોટ્સએપ એકાઉન્ટ સુધી નહીં પહોંચી શકે.
⦁ જો આવું કરવા છતાં પણ તમારી સમસ્યા યથાવત્ રહે તો વોટ્સએપ સપોર્ટનો સંપર્ક કરીને એમને તમારી સમસ્યા જણાવો. તમારી મદદ માટે કંપની રિવ્યૂ કરશે અને બધું બરાબર રહેશે તો તમારા એકાઉન્ટનું એક્સેસ પાછું આવી શકે છે.

આ રીતે રાખો તમારું એકાઉન્ટ સેફ- ભવિષ્યમાં જો તમે તમારું એકાઉન્ટ હેક થતું અટકાવવા માંગો છો તો એને બચાવવા માટે એ મહત્ત્વનું પગલું ભરવું પડશે-
⦁ સૌથી પહેલાં તો તમારે ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન કરવું પડશે.
⦁ આ સેટિંગ ઓન કરવા માટે એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે એક વધારાના પિનની જરૂર હોય છે.
⦁ આ પિન નાખ્યા બાદ તેને હંમેશા યાદ રાખો.
⦁ જો તમે આ પિન ભૂલી જશો તો તમને તમારું એકાઉન્ટ પાછું મેળવવા માટે સાત દિવસ સુધીનો સમય લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button