પ્રેમાનંદજી મહારાજ સામે છોકરાએ કહ્યું સવારે જલદી નથી ઉઠાતું અને શિયાળામાં તો બિલકુલ નહીં… વીડિયો થયો વાઈરલ…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ સોશિયલ મીડિયા પર છવાયેલા છે પ્રેમાનંદજી મહારાજ. પ્રેમાનંદજી મહારાજ તેમના ભક્તોને જીવનમાં આવતી સમસ્યાઓનો સરળ અને અધ્યાત્મિક સમાધાન આપે છે. હવે પ્રેમાનંદજી મહારાજનો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નાનકડો છોકરો પોતાની સૌથી મોટી સમસ્યા મહારાજજી સામે રજૂ કરે છે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક નાનકડો છોકરો પ્રેમાનંદજી મહારાજને પૂછે છે કે સારા બ્રહ્મચર્ય માની લઉં છું, પણ સવારે વહેલાં નથી ઉઠાતું અને ઠંડીના દિવસોમાં તો બિલકુલ નથી ઉઠાતું. અહીંયા તમારી જાણ માટે કે આ એ જ પ્રેમાનંદજી મહારાજ છે કે જેમની પાસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિતના વિવિધ સેલેબ્સ પણ માથુ ટેકવે છે.
આ સવાલના જવાબમાં પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સાચી વાત તો એ છે કે હજી સુધી સવારે વહેલાં ઉઠવાની આદત નથી લાગી ને? જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે મને ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા બાબા બનીને. એ સમયે હું ગંગાજીમાં ત્રિકાલ સ્નાન કરતો હતો. મારો પ્રયાસ હંમેશા રહે છે કે રાતના 2 વાગ્યે ઉઠવાનો રહે છે. ઉઠીને થોડો સમય ભજન કરવું, ત્યાર બાદ ગંગા કિનારે સ્નાન કરવા જવું. આ સમયે ગંગાનું પાણી ખૂબ જ ઠંડુ હોય છે.
આગળ વીડિયોમાં છોકરો પ્રેમાનંદ બાબાજીને કહે છે કે તમને ક્યારેય એવું નથી થતું કે થોડું વધારે ઊંઘી જાવ. જેના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે નહીં, ક્યારેય મને એવું નથી લાગતું. જો કોઈ વાત મને ઝોકુ પણ આવી જાય તો મને લાગે છે કે હું વધારે ઉંઘી લીધું છે. ત્યાર બાદ જ ભજન કરવાનું મન થાય છે. આજે પણ શરીર જ્યારે બીમારી હોઉં છું ત્યારે હું સમય પર ઉઠવાનું પસંદ કરું છું.
વીડિયોમાં આગળ પ્રેમાનંદ મહારાજ કહે છે કે સવારે ઉઠવા માટે દિનચર્યા ખૂબ જ મહત્ત્વની છે. દિનચર્યા એવી બનાવવી જોઈએ કે જેમાં દરરોજ સવારથી રાતે ઉંઘો ત્યાં સુધી એક મિનિટ ખાલી ના હોવી જોઈએ. એ ડેઈલ રૂટિનનું ક્યારેય ભંગ ના થવું જોઈએ. જે સમયે જે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એ સમયે એ કામ થવું જ જોઈએ.
આ પણ વાંચો…ઓફિસમાં ખોટું બોલીને રજા લેવાથી પાપ લાગે? પ્રેમાનંદજી મહારાજે આપ્યો રસપ્રદ જવાબ, કહ્યું…



