ઓફિસમાં ખોટું બોલીને રજા લેવાથી પાપ લાગે? પ્રેમાનંદજી મહારાજે આપ્યો રસપ્રદ જવાબ, કહ્યું…

આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક ઓફિસમાંથી રજા લેવા માટે ખોટા કારણો આપ્યા હશે. કોઈ વખત બીમારીનું કે પછી કોઈ વખત ફેમિલી ઈમર્જન્સી વગેરે વગેરે… જોકે, ઘણી વખત કર્મચારીઓએ આપેલું કારણ સાચું હોય તો પણ સિનીયર્સ દ્વારા તેમની રજા કેન્સલ કરી દેવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આવું કરવું સાચું છે કે ખોટું? હાલમાં જ સોશિયલ મીડિયા પર ફેમસ પ્રેમાનંદ મહારાજે આ સવાલનો આપેલો જવાબ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ પ્રેમાનંદજી મહારાજે શું કહ્યું આ વિશે…
પ્રેમાનંદજી મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ છે અને તેમની પાસે વિરાટ કોહલી, અનુષ્કા શર્મા સહિતના અનેક સેલેબ્સ તેમના આશિર્વાદ લેવા માટે પહોંચે છે. સોશિયલ મીડિયા પર આ મહારાજજીના વીડિયો ખૂબ જ વાઈરલ થતાં રહે છે. પરંતુ હાલના એક વાઈરલ વીડિયોમાં પ્રેમાનંદજીની હાલત જોઈને લોકોને તેમની તબિયતને લઈને ચિંકા સતાવવી લાગી છે. આ બધા વચ્ચે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ઓફિસમાં ખોટું બોલીને રજા માંગવાથી પાપ લાગે છે કે કેમ એવો સવાલ પૂછ્યો હતો.
વાઈરલ વીડિયો પર વ્યક્તિએ મહારાજજીને પૂછે છે દાદી કે ફૂઆ કે કોઈ બીજા સંબંધીના મૃત્યુનું કારણ જણાવીને રજા લેવામાં આવે તો તરત જ રજા મળે છે, જ્યારે સારું કહીએ તો રજા નથી મળતી. તો શું ખોટું બોલવું અયોગ્ય છે? પ્રેમાનંદજી મહારાજ પહેલાં તો આ સવાલ સાંભળીને હસવા લાગે છે અને કહે છે કે આ કળિયુગનો અસર છે, ખોટું તો ખોટું છે. સાંચ બરાબર તપ નહીં અને જૂઠ બરાબર પાપ. તેમણે જણાવ્યું કે સત્ય સમાન કોઈ તપ નથી અને જૂઠ સમાન બીજું કોઈ પાપ નથી. જે વ્યક્તિ સત્યના રસ્તે ચાલે છે એમની અંદર ભગવાનનો વાસ હોય છે.
તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે જીવનમાં મુશ્કેલીઓ તો આવશે, પણ એનાથી ભાગવાને બદલે સામનો કરવો જોઈએ. ખોટું બોલીને જે રાહત મળે છે એ અસ્થાયી હોય છે અને સત્યના રસ્તે આગળ વધવાથી આત્મિક શાંતિ મળે છે.
પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું હતું કે જો તમે ભગવાનના દર્શન કે ભજન માટે ખોટું બોલો છો તો તે પાપ નથી. જો કોઈ સારા હેતુથી જૂઠું બોલવામાં આવે છે ત્યારે તેને પાપ નહીં કરી શકાય. પરંતુ સાંસારિક ફાયદા માટે બોલવામાં આવેલું અસત્ય ભગવાન ક્યારેય નથી સ્વીકારતા.
મહારાજજીનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ભક્તો હસી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર કમેન્ટ કરી રહ્યા છે કે આ જવાબ આજના ઓફિસ જનારા તમામ લોકોએ સાંભળવો જોઈએ.