નેશનલસ્પેશિયલ ફિચર્સ

તો માત્ર 416 રૂપિયા જમા કરતા મળી રહ્યો છે કરોડપતિ બનવાનો મોકો… રખે ચૂકતા!

દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરવા માંગે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત પણ રહે અને તેમને મજબૂત વળતર પણ મળે. નોકરી કરતા લોકો માટે તો આ બાબત ઘણી મહત્વની છે. અમે તમને એવી યોજનાની માહિતી આપીશું જેમાં તમે દરરોજ નાની રકમની બચત કરીને તમારા ભવિષ્ય માટે એક મોટું ફંડ બનાવી શકો છો. આ કિસ્સામાં, સરકાર દ્વારા ચલાવવામાં આવતી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ યોજના ખૂબ જ લોકપ્રિય છે. ખાસ વાત એ છે કે જો તમે દૈનિક માત્ર 416 રૂપિયા બચાવો છો અને આ સરકારી યોજનામાં રોકાણ કરો છો, તો તમે થોડા વર્ષોમાં જ કરોડપતિ બની શકો છો. એટલું જ નહીં આમાં પૈસા સુરક્ષીત રાખવાની જવાબદારી પણ ખુદ સરકારની હોય છે. આશ્ચર્ય થાય છે ને! પણ આ સાચી વાત છે. ચાલો આપણે તેની ગણતરી સમજીએ…

PF સ્કીમ એ એક સરકારી સ્કીમ છે જે તમને અદ્ભુત લાભ આપે છે. આ સકીમમાં પૈસા સુરક્ષિત રાખવાની ગેરંટી સરકાર દ્વારા જ આપવામાં આવે છે. જો વ્યાજ દરની વાત કરીએ તો તેમાં રોકાણ કરનારા રોકાણકારોને હાલમાં 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે તમારા ભવિષ્ય માટે જંગી ભંડોળ એકઠું કરવા માંગતા હો, જેથી કરીને રિટાયરમેન્ટ પછી તમારે પૈસાની અછતનો સામનો ન કરવો પડે, તો આ યોજનામાં રોકાણ કરવામાં સમજદારી છે.

જો આપણે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં રોકાણ શરૂ કરવાની વાત કરીએ, તો તમે વાર્ષિક રૂ. 500 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો. આ યોજનાની પાકતી મુદત 15 વર્ષ છે, પરંતુ તેને વધુ 10 વર્ષ સુધી વધારી શકાય છે. આ સ્કીમમાં તમારા રોકાણને મેચ્યોરિટીથી આગળ વધારવાની ફોર્મ્યુલા તમને કરોડપતિ બનાવી શકે છે.

ચાલો જાણીએ. ધારો કે તમે દરરોજ માત્ર 416 રૂપિયાની બચત કરીને તમારું કરોડપતિ બનવાનું સપનું પૂરું કરવા માગો છો. તેની ગણતરી ખૂબ જ સરળ છે.જો તમે દરરોજ 416 રૂપિયા બચાવો છો, તો દર મહિને 12,500 રૂપિયા એકઠા થશે અને તમારી પાસે વાર્ષિક 1.5 લાખ રૂપિયા હશે. જો તમે આ રકમને PPF સ્કીમમાં રોકાણ કરો છો અને મેચ્યોરિટી પછી તેને બે વાર પાંચ પાંચ વર્ષ માટે એમ કરીને 10 વર્ષ સુધી લંબાવશો, એટલે કે, જમા થયેલી રકમને મેચ્યોરિટી સુધી ઉપાડવાને બદલે, તમે તેને 10 વર્ષ માટે લંબાવશો, તો તમારા રોકાણના નાણા 25 વર્ષમાં થઇ જશે 1 કરોડ. હા, જો તમે 7.1 ટકા વ્યાજના આધારે ગણતરી કરો છો, તો 25 વર્ષ પછી મેચ્યોરિટીના સમયે તમારી પાસે 1,03,08,015 રૂપિયા આવશે.

આ યોજનાએ રિટાયરમેન્ટ પ્લાન તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ સાથે તેમાં રોકાણ કરવાના બીજા પણ ઘણા ફાયદા છે. આના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો. PPF યોજનામાં, આવકવેરાની કલમ 80C હેઠળ કર લાભો પણ ઉપલબ્ધ છે. આ સિવાય તમે આ સ્કીમમાં એકસાથે અથવા હપ્તામાં રોકાણ કરી શકો છો. સૌથી મહત્વની બાબત એ છે કે પીપીએફમાં કરેલું રોકાણ, રોકાણ પર મળતું વ્યાજ અને પાકતી મુદત પર મળેલી રકમ સંપૂર્ણપણે tax free છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker