તમે પણ બટેટાંની છાલને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચ્યા બાદ નહીં કરશો આવું…
હેડિંગ વાંચીને તમને પણ થઈ ગયું હશે કે ભાઈ બટેટાંની છાલ તો ફેંકી જ દેવાય ને એનું તે વળી શું કામ? પરંતુ અહીં અમે જે માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ એ વાંચ્યા બાદથી તો તમે ચોક્કસ જ આવું નહીં. બટેટાં જે રીતે કોઈ પણ શાકભાજીમાં સરળતાથી મિક્સ થઈને એનો સ્વાદ વધારે છે એ જ રીતે તેની છાલ પણ ખૂબ જ મહત્ત્વની છે, જેના વિશે આપણને નથી ખબર. ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ છે બટેટાંની છાલમાં…
આપણામાંથી મોટાભાગના લોકો બાકીના શાકભાજીની જેમ જ બટેટાંની છાલ પણ ઉતારીને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ, પરંતુ હકીકતમાં બટેટાની છાલ ખૂબ જ લાભદાયી છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બટેટાંની છાલ પણ પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન બી6, આયર્ન, વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે.
આ પણ વાંચો : શિયાળામાં ખજૂર ખાવાની ટેવ કરાવશે અઢળક ફાયદા
બટેટામાં રહેલાં આટલા બધા પોષક તત્ત્વોને કારણે તે આરોગ્ય માટે ફાયદાકારક છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે એવા લોકો માટે પણ બટેટાંની છાલ ખૂબ જ કામની વસ્તુ છે. બટેટામાં રહેલું વિટામિન સી અને આયર્ન એનિમિયાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય અગાઉ જણાવ્યું એમ બટેટામાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યામા રાહત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બટેટાંમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે સ્કીન કેર માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમને પણ સ્કીન સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હોય તો બટેટાની છાલ તમારા ખૂબ જ ફાયદાકારક છે.
હાડકાની મજબૂતી માટે આવશ્યક કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્ન પણ બટેટાંની છાલમાં વિપુલ પ્રમાણમાં હોય છે એટલે જેમના હાડકાં નબળા હોય તેમણે પણ બટેટાંની છાલનું સેવન કરવું જોઈએ.
બટેટાંની છાલમાં રહેલાં આટલા બધા પોષક તત્ત્વોને કારણે બટેટાંનો ઉપયોગ કરતી વખતે તેની છાલને ઉતારશો નહીં. આ સિવાય તમે બટેટાંની છાલને શેકીને પણ ખાઈ શકો છો. બટેટાંની છાલને શેક્યા બાદ તેના પર ચાટ મસાલો, મરચું, મીઠું અને કાળા મરીનો ભુક્કો ભભરાવશો તો તે ખૂબ સ્વાદિષ્ટ લાગશે.