સ્પેશિયલ ફિચર્સ

બટેટાં અને ₹10ના સિક્કાથી મોબાઈલ ચાર્જ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, જાણી લો સચ્ચાઈ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાઈરલ થતાં હોય છે. આમાંથી કેટલાક વીડિયો જોઈને તો મગજ પણ કામ કરવાનું બંધ કરી દે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી રહ્યો છે જેમાં યુઝર બે બટેટાંની મદદથી મોબાઈલ ફોન ચાર્જ કરી રહ્યો છે. કેટલાક લોકો આ વીડિયોમાં દેખાડવામાં આવેલી ટ્રિક્સ પર વિશ્વાસ કરી રહ્યા છે તો કેટલાક લોકો માની નથી શકતા કે આવું કંઈ શકી શકે છે, ચાલો જાણીએ આ વાઈરલ વીડિયો પાછળની સચ્ચાઈ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે બે બટેટાંની વચ્ચે એક 10 રૂપિયાનો સિક્કો લગાવવામાં આવ્યો છે અને એક વ્યક્તિએ એક બટેટાંમાં ચાર્જર લગાવી દીધું હતું અને મોબાઈલ ફોન ચાર્જ કરવા લાગે છે. આ જ ટ્રીકને એક બીજા છોકરાએ પણ ફોલો કરી અને જણાવ્યું કે કઈ રીતે બટેટાંની મદદથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય છે.

આ વીડિયો વાઈરલ થતાં જ યુઝર્સ ચોંકી ઉઠ્યા હતા. કેટલાક યુઝર્સના પૂછલા પર ગ્રોકએ આ વાઈરકલ વીડિયોની સચ્ચાઈ જણાવી હતી. વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @vijaykushw60161 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આવા વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ શું હકીકતમાં આવું થઈ શકે છે, તમે જ જણાવો?

આ પણ વાંચો: શું તમે પણ બીજાનું ચાર્જર માંગીને મોબાઈલ ચાર્જ કરો છો? પહેલાં આ વાંચી લો…

વીસ સેકેન્ડ કરતાં પણ નાના એવા આ વીડિયોને અત્યાર સુધીમાં દોઢલાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને એના પર જાત જાતની પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ ફેક છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આવું જ સફરજનવાળો વીડિયો જોઈને ચાર્જર પીન સફરજનમાં નાખી હતી અને ચાર્જર ખરાબ થઈ ગયું. નવું ચાર્જર ખરીદવું પડ્યું. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આવું ખાલી રીલમાં થાય છે રિયલમાં નહીં.

આ પણ વાંચો: મોબાઈલ ફોનને ચાર્જ કરતી વખતે તમે પણ કરો છો આ ભૂલો? આજે જ બંધ કરી દો નહીંતર…

જ્યારે કેટલાક યુઝર્સે ગ્રોકને પૂછ્યું તો તેના જવાબમાં જાણવા મળ્યું કે આ શક્ય નથી. એક બટેટાની બેટરી દરેક સેટ પર માત્ર 0.5-1V પેદા કરે છે અને એમાં ખૂબ જ ઓછો (0.2-05 mA) કરન્ટ હોય છે. જે ફોન ચાર્જ કરવા માટે જરૂરી 5V અને એમ્પિયરથી ખૂબ જ ઓછી છે. આ પ્રકારના વાઈરલ વીડિયો સામાન્યપણે વ્યૂઝ માટે ખોટા કે એડિટ કરવામાં આવે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button