સ્પેશિયલ ફિચર્સ

માત્ર 400 રૂપિયાની રોજની બચત અપાવશે 20 લાખ રૂપિયાનું ભંડોળ, જાણો Indian Postની આ સ્કીમ વિશે…

આપણામાંથી મોટાભાગના લોકો બચત અને સુરક્ષિત રોકાણ માટે આજે પણ પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમ્સ પસંદ કરે છે. જો તમે પણ કોઈ જોખમ વગર મજબૂત અને મોટું ભંડોળ ઊભું કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. માત્ર દિવસના 400 રૂપિયાની બચત કરીને તમે ભવિષ્યમાં 20 લાખ રૂપિયાથી વધુ રકમ મેળવી શકો છો.

સરકાર દર ત્રણ મહિને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ફેરફાર કરે છે. હાલમાં પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 6.70% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનાની ખાસિયત એ છે કે તમે માત્ર 100 રૂપિયાથી પણ તમારું ખાતું ખોલાવી શકો છો.

આ રીતે ઊભું કરો 20 લાખ રૂપિયાનું ફંડ?
જો તમે આ સ્કીમમાં દરરોજ 400 રૂપિયાની બચત કરો છો, તો તેની ગણતરી વિશે વાત કરીએ તો જો તમે દર મહિને અંદાજે 12,000 રૂપિયાનું રોકાણ કરશો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ 7.20 લાખ રૂપિયા થશે અને વ્યાજ સાથે તે 8.44 લાખ રૂપિયાની આસપાસ થઈ જશે.

આરડીને વધુ 5 વર્ષ માટે લંબાવી કુલ 10 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો છો, તો તમારી કુલ જમા રકમ 14.40 લાખ રૂપિયા થશે. આ 14.40 લાખ પર તમને અંદાજે 6.10 લાખ રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળશે. વ્યાજ અને તમારી મુદ્દલ રકમ મળીને કુલ ફંડ 20.50 લાખ રૂપિયાથી વધુ થઈ જશે.

સ્કીમના અન્ય આકર્ષક ફાયદાઓ
સરકારી ગેરંટી: આ એક સરકારી સ્કીમ હોવાથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. અહીં માર્કેટના જોખમોની કોઈ ચિંતા હોતી નથી.
લોનની સુવિધા: જો તમને અધવચ્ચે પૈસાની જરૂર પડે, તો તમે જમા રકમ પર લોન પણ લઈ શકો છો. ખાતું ખોલાવ્યાના 1 વર્ષ પછી તમે જમા રકમના 50% સુધીની લોન લેવા માટે પાત્ર બનો છો.
પ્રી-મેચ્યોર ક્લોઝર: જો કોઈ કારણસર તમારે સ્કીમ બંધ કરવી હોય, તો 3 વર્ષ પછી તમે ગમે ત્યારે ખાતું બંધ કરીને વ્યાજ સાથે પૈસા ઉપાડી શકો છો.
ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ: આ સ્કીમમાં વ્યાજની ગણતરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ (Quarterly Compounding) ધોરણે થાય છે, જે તમારા ફંડને ઝડપથી વધારે છે.

છે ને એકદમ કામની અને ધાસ્સુ માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાતે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button