દર મહિને ₹5,500ની કમાણી કરાવે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર

દર મહિને ₹5,500ની કમાણી કરાવે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

જ્યારે પણ સુરક્ષિત સેવિંગ્સ સ્કીમ્સની વાત થઈ રહી હોય તેમાં પોસ્ટ ઓફિસ કે ઈન્ડિયન પોસ્ટનું નામ આવે ને આવે જ… મિડલ ક્લાસ પરિવાર કે જે પોતાની બચતને કોઈ પણ પ્રકારના જોખમ વિના સુરક્ષિત રાખવા માંગે છે, એવા લોકો માટે પોસ્ટ ઓફિસરની સ્કીમ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે એમ છે. જો તમે પણ આવી મૂંઝવણમાં છો તો આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

પોસ્ટ ઓફિસની અનેક બેસ્ટ સ્કીમમાંથી એક છે પોસ્ટ ઓફિસ મંથલી ઈનકન સ્કીમ. આ એક એવી સ્કીમ છે કે જે મહિનામાં ફોર શ્યરો કમાણી કરાવે છે અને પાંચ વરપ્ષ બાદ તમારું પૂરું રોકાણ પણ પાછું અપાવે છે. ચાલો આ આખી સ્કીમ વિશે વિસ્તારથી જાણીએ.

પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ છે શું?

પોસ્ટ દ્વારા આ સ્કીમ ચલાવવામાં આવે છે જેમાં રોકાણ કરનારને દર મહિને ગેરેન્ટેડ વ્યાજ મળે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે, જે માસિક આધારે બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે. આ યોજના એ લોકો માટે ખાસ છે જેઓ દર મહિને એક ચોક્કસ આવક ઈચ્છે છે અને સાથે સાથે પોતાના પૈસા પણ સુરક્ષિત રહે એવું ઈચ્છે છે. આ સ્કીમમાં તમે 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને સિંગલ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે, જ્યારે જોઈન્ટ એકાઉન્ટ માટે આ લિમિટ 15 લાખ રૂપિયા સુધીની છે.

દર મહિને કઈ રીતે 5500 રૂપિયા કમાવશો?

જો તમે આ યોજનામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને દર મહિને 5500 રૂપિયાની આવક થાય છે. આ સાથે પૈસા સીધા તમારા ખાતામાં જમા થાય છે અને આ યોજનામાં રોકાણ કરવામાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી. જો તમે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને મહિનાના 9,250 રૂપિયાની માસિક આવક પાકી છે. આ પૈસા તમારા સુવિધા અનુસાર મહિને, ત્રિમાસિક, છ મહિના કે વાર્ષિક આધારે જમા થઈ શકે છે.

પાંચ વર્ષ બાદ પૈસા મળશે પાછા

આ સ્કીમ પાંચ વર્ષના સમયગાળા માટે હોય છે. એકાઉન્ટ ઓપન કર્યાના એક મહિના બાદથી તમને માસિક વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે અને પાંચ વર્ષ પૂરા થતાં તમને તમારું પૂરેપૂરું રોકાણ પાછું મળી જાય છે. આ સ્કીમની વાત કરી એ તો આ સ્કીમમાં પાંચ વર્ષ સુધી તમને આવક તો થાય છે અને અંતમાં રોકાણ પણ પાછું મળી જાય છે.

છે ને એકદમ કામની માહિતી? તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આપણ વાંચો:  હીરો પહેરવાથી આવશે મુશ્કેલીઓ! આ 5 રાશિના જાતકોએ ડાયમંડ્સ પહેરવાનું ટાળવું જોઈએ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button