પોસ્ટ ઑફિસની આ યોજના જાણો છો! માત્ર 50 રૂપિયાનું રોકાણ કરી મેળવો લાખથી વધુ….

બચત હંમેશા મનુષ્ય માટે ઉપયોગી છે, તેથી જ લોકો બચત ખાતામાં પૈસા જમા કરે છે. ઘણા લોકો ખાનગી કંપનીઓમાં SIP કરીને મ્યુચ્યુઅલ ફંડ હેઠળ નાણાં બચાવે છે. ઘણા લોકો પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ હેઠળ નાણાં બચાવે છે. વ્યક્તિ તેના ખરાબ સમય માટે પૈસા બચાવે છે કારણ કે ખરાબ સમય ક્યારે આવશે તે વિશે કશું કહી શકાતું નથી. પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે જે તમને મેચ્યોરિટી પર લાખ રૂપિયાથી વધુનો નફો આપે છે. પોસ્ટ ઓફિસ એક સરકારી બેંક છે જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહે છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમે સ્કીમોમાં પૈસા રોકશો તો ડૂબશો નહીં. ગરીબમાં ગરીબ અને અમીરમાંથી સૌથી અમીર પણ પોસ્ટ ઓફિસમાં આરડી (રિકરીંગ ડિપોઝીટ) સ્કીમમાં પૈસા જમા કરાવી શકે છે. તેની મેચ્યોરિટી પર, નાણાં વ્યાજ સાથે પરત કરવામાં આવે છે. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ.
જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં દરરોજ 50 રૂપિયા જમા કરો છો, તો તે 30 દિવસ એટલે કે એક મહિનામાં 1500 રૂપિયા જમા થશે. જો આપણે દર મહિને 1500 રૂપિયા બચાવીએ તો તે એક વર્ષમાં 18000 રૂપિયા થઈ જશે. જો 1 વર્ષમાં 18,000 રૂપિયા જમા કર્યા તો 5 વર્ષમાં 90,000 રૂપિયા જમા થશે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 5 વર્ષ માટે છે. એટલે કે, જો તમે રોજના થોડા થોડા પૈસા બચાવીને જમા કરો છો, તો 5 વર્ષમાં ઘણા પૈસા જમા થઈ જશે અને તમને તેના પર 6.7 ટકા વ્યાજ મળશે. 5 વર્ષ પછી મેચ્યોરિટી સાથે તમને 1,07,050 રૂપિયા મળી શકે છે.
આ યોજના તમને ફાયદો પહોંચાડા શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં, કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા માસિક 100 રૂપિયાથી માંડીને ગમે તેટલા રૂપિયા જમા કરાવી શકે છે. તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. જો ખાતાધારક પૈસા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો તેને 3 વર્ષ પછી આરડી ખાતુ બંધ કરી શકાય છે, પરંતુ તમને વ્યાજ દર ઓછું મળશે. આ આરડી યોજનાનો લાભ લેવા માટે તમારે ફક્ત આધાર કાર્ડ, ફોટો અને મોબાઈલ નંબર આપવાનો રહેશે અને પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું પડશે.