ટ્રેનની ટિકિટ પર લખેલા PNR નંબરનું ફુલ ફોર્મ શું છે? 99% લોકોને નથી ખબર આ જવાબ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનની ટિકિટ પર લખેલા PNR નંબરનું ફુલ ફોર્મ શું છે? 99% લોકોને નથી ખબર આ જવાબ…

ભારતીય રેલવે (Indian Railways) દ્વારા દરરોજ લાખો ટ્રેનો દોડાવવામાં આવે છે, અને આ ટ્રેનોમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ નિયમ બનાવવામાં આવ્યા છે, પરંતુ એમાંથી કેટલાક નિયમો વિશે પ્રવાસીઓને જાણ હોતી નથી.

પણ શું તમને ખબર છે કે જ્યારે તમે એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુકિંગ કરો છો ત્યારે તેના પર પીએનઆર નંબર (PNR Number) લખેલો હોય છે, પણ શું તમને PNRનું ફૂલ ફોર્મ શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

ભારતીય રેલવે દ્વારા દરરોજ આશરે 2 કરોડથી વધુ લોકોને તેમની નિર્ધારિત મંઝિલ સુધી પહોંચાડે છે. તમે પણ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. ટ્રેનમાં પ્રવાસ કરવા ટિકિટ બુક કરાવવી પડે છે એ તો તમને ખ્યાલ હશે.

આપણ વાંચો: આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?

હવે જ્યારે તમે ટિકિટ બુક કરાવો છો ત્યારે તેની ઉપરપ 10 અંકનો એક પીએનઆર નંબર હોય છે. પણ આપણામાંથી અનેક લોકોને આ પીએનઆરનું ફૂલફોર્મ નહીં ખબર હોય.

પીએનઆર નંબર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે એ વાતનો અંદાજો તો એ પરથી જ લગાવી શકાય છે કારણ કે આ નંબર પરથી જ તમને જર્નીની આખી ડિટેઈલ્સ ચેક કરી શકો છો.

આપણ વાંચો: રાત્રિ પ્રવાસમાં સ્ટેશન ચૂકી જવાનો ડર થશે દૂર, ભારતીય રેલવેની આ સુવિધાનો લેજો લાભ

પીએનઆર નંબર પરથી તમે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં, ટ્રેનના ટાઈમિંગ, તમારો કોચ નંબર અને સીટ નંબરની જાણકારી મળે છે. એટલું જ નહીં આ ટિકિટ કયા સ્ટેશનથી કયા સ્ટેશન માટે બુક કરાવવામાં આવી છે એની જાણકારી પણ મળે છે.

આટલું આ મહત્ત્વનું પીએનઆરનું ફૂલ ફોર્મ શું છે એની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ છે પેસેન્જર નેમ રેકોર્ડ કે જેમાં એક કે એકથી વધુ પ્રવાસીઓની માહિતી રેકોર્ડ કરવામાં આવી હોય છે. પીએનઆર નંબર પ્રવાસીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે એનો ખ્યાલ તો આવી જ ગયો હશે ને?

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button