જ્વેલર્સ સોના-ચાંદીના દાગિના કેમ ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે?
સ્પેશિયલ ફિચર્સ

જ્વેલર્સ સોના-ચાંદીના દાગિના કેમ ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે?

આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો સોના-ચાંદીના દાગિનાની ખરીદી કરી જ હશે, હં ને? જો તમે ધ્યાનથી જોયું હશે સોની હંમેશા દાગિના પિંક કલરના પાતળા કાગળમાં જ લપેટીને પાકિટમાં કે બોક્સમાં આપે છે.

પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ? આના પાછળનું કારણ શું છે? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ-

જ્વેલર્સની દુકાનમાંથી તમે જ્યારે દાગિના ખરીદો છો ત્યારે તે સોના કે ચાંદીના દાગિનાને ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે. દરેક સોનીના દુકાનમાં આ કાગળ ચોક્કસ જોવા મળે છે.

વર્ષો બાદ આજે પણ સોની આ જ કાગળમાં ખરીદનારને દાગિના આપે છે. જ્યારે આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જે જાણવા મળ્યું એ ચોંકાવનારું હતું.

મુંબઈના એક જાણીતા જ્વેલર્સે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આનું કોઈ ચોક્કસ કારણ તો નથી, પરંતુ આ ખૂબ જ જૂની પરંપરા છે.

જૂના જમાનાથી આ ચાલ્યું આવ્યું છે અને ત્યારથી જ આજે પણ આ પરંપરા એમની એમ જ છે. જોકે, જૂના સમયમાં ઘરેણાંઓને સ્ક્રેચ પડવાથી કે તેને નુકસાન થતું બચાવવા માટે કરવામાં આવે છે.

આ ગુલાબી રંગના કાગળમાં હળવી ધાત્વિક ચમક હોય છે, જેને કારણે તેના પર મુકેલા ઘરેણાં વધારે ઉઠીને અને સુંદર દેખાય છે. જ્યારે એ જ ઘરેણાં કોઈ બીજા કાગળમાં મૂકવામાં આવે તો તે એટલા આકર્ષક નથી દેખાતા. પેકિંગના રંગ અને સામગ્રીની વસ્તુની સુંદરતા પર અસર જોવા મળે છે.

બસ, આ જ કારણ છે કે સોની દ્વારા દાગિનાને રાખવા માટે ગુલાબી રંગના આ ખાસ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઘરેણાંઓની ચમક જળવાઈ રહે અને ગ્રાહક પર તેની સારી અસર જોવા મળે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button