સ્પેશિયલ ફિચર્સ

PhonePe નું આ ફીચર છે ખૂબ જ કામનું, બેંક એકાઉન્ટ નહીં હોય તો પણ કરી શકશો પેમેન્ટ…

આજકાલ જમાનો ડિજીટલ ઈન્ડિયાનો છે. રસ્તાની ફૂટપાથ પર શાકભાજી વેચનારાથી લઈને મોટા મોટા એસી શોરૂમ લઈને બેસનારા વેપારીઓ પણ યુપીઆઈ (UPI) પેમેન્ટ લઈ રહ્યા છે. હવે ફોનપે (PhonePe) દ્વારા એક નવા ફીચરની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે બેંક એકાઉન્ટ નહીં હોય તો પણ પેમેન્ટ કરી શકશો. આવો જાણીએ કઈ રીતે અને શું છે આ નવું ફીચર…

વાત જાણે એમ છે કે ફોનપે દ્વારા યુપીઆઈ સર્કલ નામનું નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. યુપીઆઈ સર્કલની મદદથી એવા યુઝર્સ પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે જેમની પાસે બેંક એકાઉન્ટ નથી કે પછી તેઓ યુપીઆઈ સાથે એકાઉન્ટ લિંક નથી કરવા માંગતા. યુપીઆઈ સર્કલની મદદથી એક યુઝરે પોતાનું બેંક એકાઉન્ટ મેન્શન કરવું પડશે, જે પ્રાઈમરી યુઝર બની જશે અને તમે તમારું એકાઉન્ટ લિંક કર્યા વગર ફોનપે પરથી પેમેન્ટ કરી શકશો.

આ યુપીઆઈ સર્કલમાં પ્રાઈમરી યુઝર્સને ફુલ કન્ટ્રોલ મળશે, જ્યાં તેઓ પેમેન્ટ અપ્રૂવ કરવાથી લઈને લિમિટ સેટ કરવા સુધીના કામ કરી શકશે. આ ફીચરમાં સેકન્ડરી યુઝરને અમુક લિમીટ સુધી જ પેમેન્ટ કરવાની મંજૂરી મળે છે. 15,000 રૂપિયા સુધીનું પેમેન્ટ તેઓ કરી શકશે. યુપીઆઈ સર્કલ હેઠળ પ્રાઈમરી યુઝર સેકન્ડરી યુઝર માટે લિમીટ નક્કી કરી શકે છે. પ્રાઈમરી યુઝર્સ ઈચ્છે તો પણ 5,000 રૂપિયા મંથલી ટ્રાન્ઝેક્શન માટે સેટ કરી શકે છે.

યુપીઆઈ સર્કલ હેઠળ પ્રાઈમરી યુઝર પેમેન્ટ અપ્રૂવ કરશે એ પછી જ સેકન્ડરી યુઝર પેમેન્ટ કરી શકશે. છેલ્લાં કેટલાય સમયથી દેશભરમાં યુપીઆઈ પેમેન્ટનું ચલણ વધી ગયું છે અને વધુને વધુ લોકો ડિજિટાઈઝેશનની દિશામાં આગળ વધી રહ્યા છે. છે ને એકદમ કામની અને જ્ઞાનવર્ધક માહિતી? તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આપણ વાંચો: UPI Payment ફેલ થયું, એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, આ રીતે પાછા મેળવો પૈસા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button