દુનિયામાં પાસપોર્ટ વિના મુસાફરી કરી શકે છે આ ત્રણ લોકો, પીએમ નરેન્દ્ર મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી નામ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

દુનિયામાં પાસપોર્ટ વિના મુસાફરી કરી શકે છે આ ત્રણ લોકો, પીએમ નરેન્દ્ર મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી નામ…

આપણે જ્યારે પણ આઉટ ઓફ કન્ટ્રી ટ્રાવેલ કરીએ છીએ ત્યારે પાસપોર્ટ અને વિઝા બે ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજ છે, જેના વિના ફોરેન ટ્રાવેલ પોસિબલ જ નથી. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં ત્રણ લોકો એવા છે કે જેઓ પાસપોર્ટ વિના જ કોઈ પણ દેશમાં ફરી શકે છે? આઈ નો આઈ નો હવે તમને થશે કે ભાઈ આવું તો કઈ રીતે પોસિબલ છે અને આખરે કોણ છે એ વ્યક્તિ? ચાલો તમને આ વિશે જણાવીએ…

જી હા, બરાબર વાંચ્યું તમે. દુનિયામાં ત્રણ એવા લોકો છે કે જેઓ વિધાઉટ પાસપોર્ટ કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરી શકે છે. જેમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતિય, જાપાનના સમ્રાટ નરુહિતો અને તેમના પત્ની મસાકો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતાઓ પણ ડિપ્લોમેટિક પાસપોર્ટ પર દુનિયાભરના દેશોમાં પ્રવાસ કરે છે અને વિશેષાધિકારને કારણે વિઝા ફ્રી એન્ટ્રી મેળવે છે.

બ્રિટનના નિયમની વાત કરીએ તો યુકેના પાસપોર્ટ કિંગના નામ પર આપવામાં આવે છે અને તેના પર લખેલું હોય છે હિઝ મેજેસ્ટીઝ પાસપોર્ટ. આ જ કારણસર કિંગ ચાર્લ્સ ત્રીજાને ખુદને પાસપોર્ટની જરૂર નથી પડતી. આ સિવાય જાપાનમાં પણ આવો જ નિયમ છે અને એટલે જાપાન સરકાર તેમને પાસપોર્ટ નથી આપતી. તેઓ ડિપ્લોમેટિક પ્રોટોકોલ હેઠળ પ્રવાસ કરે છે. 2029માં નરુહિતોના રાજ્યાભિષેક બાદ તેમણે પહેલી વખત બ્રિટનની મુસલાફરી કરી હતી.

તમારી જાણકારી માટે કે આ ત્રણેય વ્યક્તિઓ દુનિયાના 190થી વધુ દેશમાં વિધાઉટ પાસપોર્ટ ટ્રાવેલ કરી શકે છે, કારણ તે તેમના દેશો સાથે દ્વિપક્ષીય સમજૌતા છે. પરંતુ આ પ્રવાસ પર્સનલ ટ્રિપ નહીં પણ રાજકીય મુલાકાતો, સમારંભ તેમ જ ડિપ્લોમસી માટેના હોય છે.

વાત કરીએ આ ત્રણેયના અન્ય વિશેષાધિકાર વિશે તો પાસપોર્ટ ફ્રી ટ્રાવેલ સિવાય દુનિયાના આ ત્રણેય શક્તિશાળી વ્યક્તિઓને ડિપ્લોમેટિક ઈમ્યુનિટી પણ મળે. સરળ શબ્દોમાં જણાવીએ તો કોઈ પણ દેશમાં ધરપકડ કે પછી તપાસમાંથી મુક્તિ. જોકે, તેઓ પર્સનલ કે વ્યવહારીક રીતે આ અધિકારનો દુરૂપયોગ નથી કરતાં.

ભારતની વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ડિપ્લોમેટિક પાસપોર્ટ મળે છે, પરંતુ વિદેશ યાત્રા પર વિઝા ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીજીને 100થી વધુ વિદેશ યાત્રામાં હંમેશા ડોક્યુમેન્ટેશન જરૂરી છે. જાપાનના સમ્રાટની યાત્રાઓ જાપાનનું વિદેશ મંત્રાલય આયોજિત કરે છે અને હોસ્ટ કન્ટ્રી પ્રોટોકોલ ફોલો કરે છે. એ જ રીતે બ્રિટનની ફોરેન ઓફિસ કિંગની ટ્રીપ પ્લાન કરે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button