શિયાળામાં જાણી લો મગફળીના આ ફાયદા! પછી બિમારી રહેશે દૂર…
ભારતમાં મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે. મગફળીમાં રહેલા પોષક તત્વો વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. જો તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો મગફળીમાં વિટામિન ઈ, ચરબી, પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, વિટામિન બી, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે.
આ પણ વાંચો : પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ, ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત…
બ્લડ શુગર કંટ્રોલ
મગફળીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ઘણા સંશોધનોમાં જણાવ્યા અનુસાર, મગફળી ખાવાથી મહિલાઓમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે. મગફળીમાં હાજર કેલ્શિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.
વજન નહિ વધે અને ભૂખ પણ લાગશે
મગફળીનું નિયમિત સેવન હેલ્દી રીતે વજનને જાળવવામાં મદદ કરી શકે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર મગફળી ખાય છે તો તેમને સ્થૂળતાનું જોખમ ઘણું ઓછું હોય છે. સવારે બ્રેડ સાથે પીનટ બટર ખાવાથી દિવસ દરમિયાન વારંવાર લાગતી ભૂખને કાબૂમાં રાખી શકાય છે. મગફળીમાં હાજર ફાઈબર અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે.
પાચનતંત્ર બનશે સારું
મગફળીમાં મળી આવનાર ઓમેગા-6 ફેટી એસિડ, લિનોલીક એસિડ અને અન્ય તત્વો શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય મગફળીમાં હાજર ફાઇબર શરીરમાં આવી જતાં સોજાને ઓછો કરવામાં અને પાચનતંત્રને સારું રાખવામાં પણ મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક
મગફળીમાં રહેલી ફેટી એસિડ ત્વચાના રોગોથી બચાવે છે. જ્યારે તેમાં હાજર ફાઈબર શરીરને અંદરથી ડિટોક્સ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
શરદી ઉધરસથી પણ ફાયદો
મગફળી શરદી અને ઉધરસથી રાહત આપવામાં મદદ કરી શકે છે. મગફળીમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જેનાથી બદલાતી ઋતુમાં શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. આ સિવાય મગફળી સ્વભાવે ગરમ હોય છે જેના કારણે શરીર ગરમ રહે છે. મગફળીમાં રહેલા પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબર શરીરને અંદરથી ગરમ રાખે છે. તેના દૈનિક સેવનથી ફેફસાં મજબૂત બને છે અને વ્યક્તિને શરદી, ઉધરસ અને ફ્લૂથી બચાવે છે.
આ પણ વાંચો : પગની કપાસીમાં આ ઘરગથ્થુ ઇલાજ કરો
નોંધ: અત્રે આપવામાં આવેલ સૂચનો એક સલાહ છે, કોઈપણ ટિપ્સને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.