સ્પેશિયલ ફિચર્સ

પાંચ રૂપિયાનું Parle-G બિસ્કિટ આ શહેરમાં વેચાય છે 2342 રૂપિયામાં, પોસ્ટ થઈ વાઈરલ…

પાર્લે-જી બિસ્કિટનું નામ સાંભળ્યું ના હોય કે ખાધા ના હોય એવી કોઈ વ્યક્તિ તમને ભાગ્યે જ મળશે. આ બિસ્કિટ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને વર્ષોથી આજે પણ લોકો વચ્ચે આ બિસ્કિટની લોકપ્રિયતા એવીને એવી જ છે. પાંચ રૂપિયાના આ બિસ્કિટ સાથે લોકોની સેંકડો યાદો જોડાયેલી છે, પણ એક શહેર એવું છે કે જ્યાં પાંચ રૂપિયાનું આ પાર્લે-જી બિસ્કિટ 2342રૂપિયામાં વેચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ માહિતી આપતી પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે, ચાલો તમને જણાવીએ આખરે આવું કેમ અને કયુ છે આ શહેર-

સોશિયલ મીડિયા પર પોસ્ટ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે. આ વાઈરલ પોસ્ટમાં એક વ્યક્તિ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગાઝામાં પાર્લે-જી બિસ્કિટની કિંમત 24 યુરો એટલે કે 2342 રૂપિયામાં વેચાયું હતું. પોસ્ટ શેર કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે લાંબા ઈંતેજાર બાદ આખરે આજે મને રફિફના ફેવરેટ બિસ્કિટ મળી ગયા છે. ભલે તેની કિંમત 1.5 યુરોથી વધીને 24 યુરો થઈ ગઈ છે. પરંતુ હું રફિફને તેના ફેવરેટ બિસ્કિટ અપાવવાથી મારી જાતને રોકી શક્યો નહીં. આ સાથે એક નાના બાળકનો પાર્લે-જી બિસ્કિટ ખાતો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

વાત કરીએ ગાઝામાં બિસ્કિટ આટલી મોંઘી કિંમતે કેમ વેચાઈ રહ્યા છે એની તો ત્યાં ખાવાની વસ્તુઓની અછત છે. છેલ્લાં કેટલાય સમયથી ગાઝામાં ખાવા-પીવાની વસ્તુઓ ખૂબ જ મોંઘી કિંમતે વેચાઈ રહી છે અને એનું કારણ છે ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ. નેટિઝન્સ આ પોસ્ટ પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે વિદેશ ખાતાના પ્રધાન ડો. એસ. જયશંકરને ટેગ કરીને લખ્યું હતું કે આ બાળક ભારતનું લોકપ્રિય બિસ્કિટ ખાઈ રહ્યો છે.

મને ખબર છે કે આપણે આ યુદ્ધમાં તટસ્થ ભૂમિકા રાખી છે, પરંતુ શું આપણે ફિલિસ્તાનને વધુ પાર્લે-જી બિસ્કિટ મોકલાવી શકીએ એમ છીએ? આ ગ્લુકોઝ બિસ્કિટ છે અને હકીકતમાં તે ત્યાંના સ્થાનિક લોકોની મદદ કરી શકે એમ છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો.

એક પિતા પોતાના બાળકની ઈચ્છા પૂરી કરવા માટે કઈ હદે જઈ શકે છે એનું ઉદાહરણ પૂરું પાડે છે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ પોસ્ટ અને વીડિયો. અત્યાર સુધીમાં આ પોસ્ટ હજારો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકો તેને રીટ્વિટ પણ કરી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button