આજે એકાદશી પર તુલસી સાથે સંકળાયેલી આ ભૂલ બિલકુલ ના કરતાં, નહીંતર…

વૈદિક પંચાગ અનુસાર ભાદરવા મહિનાની શુકલ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવામાં આવે છે. આજે ત્રીજી સપ્ટેમ્બરના પરિવર્તિની એકાદશી છે, ત્યારે આજના દિવસે માતા તુલસી સંબંધિત કેટલીક ભૂલો ના કરવી જોઈએ, નહીંતર મુશ્કેલીમાં પડી જશો અને એકાદશીના વ્રતનું ફળ નથી મળતું.
સર્વસામાન્ય માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને તમામ પાપ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં આ દિવસે માતા તુલસીની પણ પૂજા કરવામાં આવે છે. જોકે, તુલસીની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું પડે છે. ચાલો જાણીએ કયા છે આ નિયમો-
ધાર્મિક માન્યતાઓ અનુસાર દરેક મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશીના માતા તુલસી નિર્જલા વ્રત રાખતા હતા અને આ જ કારણ છે કે એદાશીના દિવસે તુલસીને પાણી પાવાની મનાઈ કરવામાં આવી છે. આ સિવાય એકાદશીના દિવસે તુલસીના છોડ પરથી પાંદડા પણ ના તોડવા જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્રતનું પૂરું ફળ નથી મળતું.
માતા લક્ષ્મીને સાફ-સફાઈ ખૂબ જ પસંદ છે અને તેઓ એવી જગ્યાઓ પર વાસ કરે છે. આવી સ્થિતિમાં જ્યાં તુલસીનો છોડ હોય એ જગ્યા પર સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડ પાસે દેસી ઘીનો દીવો કરીને મંત્ર-જાપ કરો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકની મનોકામના પૂરી કરે છે.
આ પણ વાંચો…અનંત ચતુર્દશી ક્યારે છે? જાણો ગણપતિ વિસર્જનનો શુભ સમય અને પૂજાની રીત