સ્પેશિયલ ફિચર્સ

માતા-પિતાએ પોતાના બાળકોની સામે ભૂલથી પણ આવા કામ ન કરવા જોઈએ….

નહીં તો તેમને જીવનભર પસ્તાવો થશે

આચાર્ય ચાણક્યને ભારતના મહાન રાજકીય અને નૈતિક વ્યક્તિ માનવામાં આવતા હતા. આજે પણ લોકો તેમના વિચારોને અનુસરે છે અને સામાજિક અને રાજકીય જીવનમાં સફળતા પ્રાપ્ત કરીને જીવનમાં આગળ વધે છે. ચાણક્યએ તેમની નીતિમાં વિવિધ વિષયો પર સૂચનો અને ઉપદેશો આપ્યા છે. ચાણક્યના જણાવ્યા અનુસાર કેટલાક એવા કાર્યો છે જે કોઈ પણ માતા-પિતાએ પોતાના બાળકોની સામે ન કરવા જોઈએ. આમ કરવાથી મા-બાપને જીવનભર પસ્તાવો કરવો પડી શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

શિક્ષણઃ દરેક બાળક માટે શિક્ષણ ઘણું જરૂરી છે. માતા-પિતાએ તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે ક્યારેય બેદરકાર ન રહેવું જોઈએ, જેની ભવિષ્યમાં વિપરીત અસર થઈ શકે છે.માતા-પિતાએ તેમના બાળકને હંમેશા સારા સંસ્કાર અને સારું શિક્ષણ તેની સાથે તમારે તેના અભ્યાસ પ્રત્યે પણ ગંભીર રહેવું જોઈએ.


ખોટું નહીં બોલવુંઃ ચાણક્ય નીતિ અનુસાર, માતા-પિતાએ તેમના બાળકો સામેક્યારેય ખોટું ન બોલવું જોઈએ, બલ્કે તેમને સાચું કહેવું જોઈએ. બાળકોને સાચી વાત જણાવી હકીકતથી વાકેફ કરવા જોઇએ. એવું માનવામાં આવે છે કે જો માતાપિતા તેમના બાળકોને સત્ય, પ્રામાણિકતા અને જવાબદારી વિશે શીખવે છે, તો તેમને ભવિષ્યમાં પસ્તાવો કરવો પડતો નથી.


બાળકો પ્રત્યે આદર અને સન્માનઃ- બાળકો ભલે નાના હોય, પણ તેમના પણ પોતાના વિચારો છે. તેમનું તેમના વિચારોનું સન્માન કરવું જોઇએ. બાળકો ખઓટા હોય તો તેમને પ્રેમથઈ સમજાવવા જોઇએ. માતાપિતાએ તેમના સંબંધોમાં તેમના બાળકો પ્રત્યે આદર અને સન્માન દર્શાવવું જોઈએ.


આવું ન કરવાથી બાળકોના માનસિક અને આધ્યાત્મિક વિકાસ પર સીધી અસર પડે છે. બાળકોને તેમના સારા ભવિષ્ય માટે સારી વાતો જણાવવી જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે માતા-પિતા વચ્ચેના ઝઘડા એકબીજા સાથે જ ઉકેલવા જોઈએ. પોતાના ઝઘડામાં બાળકોને સામેલ કરવા જોઇએ નહીં. આવું ન કરવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર નકારાત્મક અસર પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button