પાપાની પરી પકડાઇ ગઇ…
બાળકો જ્યારે ટીનેજર થાય છે. ત્યારે તેમના નવા નવા મિત્રો બનતા જાય છે. આમ તો ટીનેજર થવું એટલે કે યુવાનીમાં પગ માંડવો અને યુવાની એક અલગ જ તરવરાટ લઇને આવે છે. અને એટલે જ તેમના મિત્રોની સંખ્યા વધતી જ જાય છે. આ સમય દરમિયાન માતાપિતાને હંમેશા ચિંતા રહે છે કે તેમના બાળકો ખોટા માર્ગ પર ના જાય. યુવાનીમાં બાળકોના મિત્રો અને સંગત તેમના ભવિષ્યને ખૂબ પ્રભાવિત કરે છે. યુવાનીમાં વિજાતીય વ્યક્તિનું આકર્ષણ પણ સામાન્ય છે. પરંતુ સમજણના અભાવે તેમના બાળકો કોઈ ખોટું પગલું ભરે તેવી ભીતિને કારણે વાલીઓએ કડક થવું પડે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક માતા પોતાની સુતી પુત્રીના મોબાઈલ પર આવેલ કોલ એટેન્ડ કરતી જોવા મળે છે. જેમાં દીકરીએ માય લવના નામે નંબર સેવ કર્યો હતો. દીકરીના ફોન પર વાતચીત પછી માતા એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે સૂતેલી દીકરીને મારવાનું શરૂ કરી દીધું. ઊંઘમાંથી જાગી ગયા પછી, ગભરાયેલી પુત્રી પોતાને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, પરંતુ તેની માતાના ગુસ્સાથી બચી શકતી નથી.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોને લોકોએ અત્યાર સુધીમાં લાખો વખત જોયો છે. જો કે લોકોએ આ વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો, પરંતુ ઘણા લોકોને તેને જોઈને તેમની યુવાનીનાં દિવસો યાદ આવી ગયા હતા. એક યુઝર્સે લખ્યું હતું કે શું પ્રેમ કરવો ગુનો છે?