પાપા કી પરીએ બાઈક પર કર્યું એવું કારનામું કે… વીડિયો થયો વાઈરલ…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો વાઈરલ થતાં હોય છે કે નહીં પૂછો વાત. હાલમાં થોડાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર સ્કૂટી ચલાવી રહેલી બે યુવતીઓનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં બંને યુવતીઓ કોઈ ઘરના છાપરા પર લેન્ડ થઈ હતી. આ ઘટના ઈન્ડોનેશિયાની હતી.
આ પણ વાંચો: પાપા કી પરી ડ્રાઈવ કરતાં કરતાં પહોંચી ગઈ એવી જગ્યાએ કે… વીડિયો થયો વાઈરલ
આજે અમે ફરી એક વખત અહીં તમારા માટે આવા જ એક બીજા વીડિયોની માહિતી લઈને આવ્યા છીએ. આ વીડિયોમાં પાપા કી પરીએ સ્કૂટી પર બેસીને એવું કારનામું કર્યું છે કે નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી રસ્તા પર સ્કૂટી ચલાવી રહી છે અને તેણે પોતાના બંને હાથ હેન્ડલ પરથી હટાવીને ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. ચોંકાવનારી વાત તો એ હતી કે આ દરમિયાન સ્કૂટી ફૂલ સ્પીડમાં દોડી રહી હતી. આસપાસમાંથી પસાર થઈ રહેલાં કોઈ વાહનચાલકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @gharkekalesh નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. નેટિઝન્સ આ વીડિયોને લાઈક અને કમેન્ટ પર કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરીને એની ઉપર કેપ્શન આપવામાં આવ્યું છે કે એવું લાગે છે કે દીદીને કોઈએ કહ્યું છે કોઈ જગ્યાએ 20 રૂપિયા પ્લેટ મોમોઝ મળી રહ્યા છે…
આ પણ વાંચો: Important News Alert: 31st March પહેલાં કરી લો આ કામ નહીંતર…
વાઈરલ થઈ રહ્લાં આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે પાપા કી પરી બ્રેક તો પગથી જ લગાવવાની છે તો પછી હાથનું શું કામ? જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે આખી જિંદગી આજે જ જીવી લેવાના મૂડમાં છે આ યુવતી…
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે ડ્રાઈવિંગ કરતી વખતે રીલ્સ બનાવવા કે વીડિયો બનાવવા માટે અવારનવાર યુવાનો દ્વારા આ પ્રકારના જોખમી અને જીવલેણ સ્ટન્ટ કરવામાં આવતા હોય છે. પરંતુ આવું કરતાં પહેલાં એક વખત ઘર-પરિવારનો વિચાર અવશ્ય કરવો જોઈએ.