પાણીપુરી કે લિટ્ટી ચોખ્ખા? જાણો પીએમ મોદીને શું છે વધુ પસંદ…
પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયના લોકપ્રિય નેતા છે અને આ જ કારણ છે કે લોકોને હંમેશા જ તેમની લાઈફસ્ટાઈલ જાણવામાં રસ પડે છે. હવે હેડિંગ વાંચીને તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ જ ગઈ હશે કે આખરે પીએમ મોદીને આ બંનેમાંથી કઈ વાનગી ખાવાનું વધારે પસંદ છે, બરાબર ને?
2020ની વાત કરીએ તો હુનર હાટમાં પીએમ મોદી બિહારની ફેમસ વાનગી લિટ્ટી ચોખાનો સ્વાદ માણતા આપણે બધાએ જોયા જ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વખતે પોતાનો ફોટો શેર કર્યો હતો અને પોતાનો અનુભવ પણ જણાવ્યો હતો. આ ઉપરાંત એ જ ઈવેન્ટમાં તેમણે કુલ્હડમાં ચાયની ચૂસ્કીઓ માણી હતી.
આ ઉપરાંત આ જ વર્ષની શરૂઆતમાં એટલે કે 2023માં પીએમ નરેન્દ્ર મોદી જાપાનના વડા પ્રધાનની સાથે પાણીપૂરીની મજા માણતા જોવા મળ્યા હતા અને એની સાથે સાથે જ તેમણે કેરીના પન્નાની મોજ પણ માણી હતી.
તમારી જાણ માટે કે પીએમ મોદીને ખાવામાં ગુજરાતી ભોજન અને મિઠાઈમાં તેમને હલવો ખાવાનું ખૂબ જ પસંદ છે. આપણે પણ અલગ અલગ પ્રસંગે પીએમ મોદીને અનેક સ્વાદિષ્ટ અને જાત જાતની વાનગીઓનો સ્વાદ માણતા જોયા જ છે.
આ લેખ વાંચીને તમને ચોક્કસ પીએમ મોદીની મનપસંદ વાનગી વિશેની માહિતી મળી જ ગઈ હશે, બાકી આ તો પીએમ મોદી છે ભાઈસાબ જ્યાં જાય ત્યાંના રંગે રંગાઈ જવામાં વિશ્વાસ રાખે…