Viral Video: ઘુવડે બચ્ચાને પોતાની પીઠ બેસાડ્યા અને… તમે પણ જોશો તો કહેશો…
કોઈ પણ મા હોય એના માટે એના બાળકો ખૂબ જ ખાસ હોય છે પછી એ માણસ હોય કે જાનવર. દુનિયામાં માથી ઉપર કંઈ જ નથી અને આ જ કારણ છે કે જ્યારે પણ ઇન્ટરનેટ પર મા સંબંધિત કોઈ પણ વીડિયો આવે છે એટલે તરત જ વાઈરલ થવા લાગે છે. જે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ.
સોશિયલ મીડિયા પણ અવારનવાર વાઈલ્ડલાઈફના વીડિયો વાઈરલ થતાં હોય છે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જાવ છો. આઈ એમ શ્યોર કે આ આ વાઈરલ વીડિયો જોઈને તમને તમારી આંખ પર ભરોસો નહીં થાય. ચાલો જોઈએ આખરે શું છે આ વાઈરલ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક માદા ઘુવડ પોતાના ત્રણ બાળકને પીઠ પર બેસાડીને ઉડી રહી છે. આ વીડિયો એટલો બધો મનમોહક અને દિલ જીતી લેનારો છે કે લોકો આ વીડિયો શેર કરવાની સાથે સાથે જ તેને લુપ કરીને જોઈ પણ રહ્યા છે.
આ વીડિયોમાં ઘુવડના બચ્ચાની ક્યુટનેસ તો ઓવરલોડેડ છે જ પણ એની સાથે સાથે જ માતાની મમતાની પણ અનોખી મિસાલ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 34 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને તેને હજારો વખત શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ મનુષ્યનું નવું ભવિષ્ય: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
હવે તમને થશે કે આખરે આ કઈ રીતે શક્ય છે તો તમારી જાણ માટે કે આ વીડિયો ઓરીજનલ નથી, પણ +ની મદદથી બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બંદુકેગુલાબગર્લ3 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોડાક સમય પહેલાં જ ગરૂડનો આંખો પટપટાવતો વીડિયો પણ સોશીયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને તેને પણ લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આ વીડિયો પણ આગની જેમ વાઈરલ થઈ ગયો હતો.