Amazon, Flipkart Saleના નામે તમારું બેંક એકાઉન્ટ પણ થઈ શકે છે ખાલી? બચવું હોય તો આટલું જાણી લો… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Amazon, Flipkart Saleના નામે તમારું બેંક એકાઉન્ટ પણ થઈ શકે છે ખાલી? બચવું હોય તો આટલું જાણી લો…

ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિ અને દિવાળી આવી રહી છે. આ તહેવારો દરમિયાન જાત જાતના ઓફલાઈન અને ઓનલાઈન સેલ, લલચામણી ઓફર્સ આવતી હોય છે. આપણામાંથી અનેક લોકો આ લોભામણી અને લલચામણી ઓફર્સમાં ફસાઈ જાય છે અને ઘણી વખત તો સ્કેમર્સના જાળમાં ફસાઈ જતાં જીવનભરની પૂંજી ગુમાવી બેસે છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પોર્ટ્લ પણ દિવાળી પર સેલ એનાઉન્સ કરે છે. બંને પોર્ટલ પર સેલ શરૂ થવામાં હજી એક અઠવાડિયાનો સમય છે, પરંતુ ડીલ્સ વિશે કંપનીએ ગ્રાહકોને અત્યારથી જ જણાવવાનું શરૂ કરી દીધું છે. જોકે, આની સાથે જ સાઈબર ફ્રોડસ્ટર પણ તમને લૂંટવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો તમારે પણ ફસાવવાથી બચવું હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

મળતી માહિતી અનુસાર વોટ્સએપ અને બીજા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી સ્કેમર્સ સેલ અને ડીલ્સ સાથે સંકળાયેલા સ્ક્રીન શોટ્સ અને લિંક્સ મોકલવામાં આવે છે. જેમાં સસ્તામાં ફોન અને બીજા ગેજેટ્સ આપવાની ઓફર સ્કેમર્સ દ્વારા આપવામાં આવે છે. આવા સ્ક્રીન શોટ્સ પર યુઝર્સ પણ આંખો બંધ કરીને ભરોસો કરી રહ્યા છે.

આ પણ વાંચો: તમારા મેઇલ કે મેસેજમાં આવા શબ્દો આવે તો થઇ જજો સાવધાન….!

એઆઈના આજના જમાનામાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દેખાતી વેબસાઈટ બનાવવી કે સ્ક્રીન શોટ બનાવવા ખૂબ જ સરળ બની ચૂક્યું છે. અઘરું છે તો એ કે તેમાં તફાવત કઈ રીતે કરવો? ચાલો તમને આ વિશે જણાવીએ-

સેલ અને ફેસ્ટિવ સિઝનમાં વોટ્સએપ પર અનેક ફોર્વડેડ મેસેજ આવશે જેમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દેખાતી સાઈટની લિંક હોય છે. ક્લિક કરતાં જ સેલનું પેજ ખુલશે અને લલચામણી ઓફર દેખાશે. ક્લિક કરીને પેમેન્ટ કરવા સુધીના પેજ એ જ રીતે ઓપન થશે જેમ ઓરિજનલ વેબસાઈટ પર થાય છે. પરંતુ જેવું તમે પેમેન્ટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારી સાથે સ્કેમ થયો છે.

આ પણ વાંચો: કચ્છની મહિલાએ ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલા નાણાં સાયબર સેલે પાછા તો અપાવ્યા પણ..

સ્કેમથી બચવા માટે કોઈ પણ લિંક પર ક્લિક ના કરો. ખુદ જાતે જઈને ઓફિશિયલ વેબસાઈટ જઈને ઓફર્સ અને ડિલ્સની માહિતી મેળવી લો. સેલ દરમિયાન સોશિયલ મીડિયા પર ભ્રામક ઓફર્સ, ફ્રોડ સ્ક્રીન શોટ વગેરે વાઈરલ થતાં હોય છે. પરંતુ આવા મેસેજ કે લિંક પર ક્લિક કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને ક્લિક કરો.

આજના એઆઈ જમાનામાં કોઈ પણ વેબસાઈટનું ક્લોન કરવું ખૂબ જ સરળ બની જાય છે અને ફ્રોડસ્ટર આનો જ લાભ લઈને લોકોને છેકરે છે. સેલ દરમિયાન ઉતાવળમાં લોકો ખોટી લિંક પર ક્લિક કરે છે. જો તમારે એનાથી બચવું હોય તો આવા મેસેજ પર વિશ્વાસ કરવાનું ટાળો.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button