OMG! Mukesh Ambaniની સાથે સાથે આ કોના નામની મહેંદી રચાવી Nita Ambaniએ?

અંબાણી પરિવારનો આનંદ ગગનમાં સમાય એવો નથી અને આવું હોય એમાં કંઈ ખોટું પણ નથી. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન ગઈકાલે આનંદ અને ઉમંગ સાથે સંપન્ન થયા. દર વખતની જેમ જ આ વખતે પણ અંબાણી પરિવારના દરેક સભ્યએ પોતાના લૂક, જ્વેલરી અને આઉટફિટ્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીની મહેંદી (Nita Ambani’s Mahendi)ની ચર્ચાએ ચકચાર મચાવી છે, કારણ કે નીતા અંબાણીએ હાથમાં મૂકાવેલી મહેંદીમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથે સાથે કોઈ બીજાનું નામ પણ લખાવ્યું છે. ચાલો જોઈએ આખરે કોણ છે એ સ્પેશિયલ પર્સન કે જેના નામ લખાયા છે મહેંદીમાં…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી પોતાની મહેંદી દેખાડી રહ્યા છે. આ મહેંદીમાં નીતા અંબાણીએ પતિ મુકેશ અંબાણીનું નામ તો લખાવ્યું જ છે પણ એની સાથે સાથે જ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ, આકાશ અંબાણી-શ્લોકા મહેતા, ઈશા અંબાણી-આનંદ પિરામલ, આદ્યા શક્તિ, કૃષ્ણા, વેદા અને પૃથ્વીના નામ પણ લખાવ્યા છે. તેમણે હથેળીમાં કૃષ્ણ-રાધાનું પોર્ટ્રેઈટ પણ કરાવ્યું છે. નીતા અંબાણીની આ ખાસ કસ્ટમાઈઝ્ડ મહેંદી તેમના હાથ પર એકદમ સૂટ કરી રહી છે.
ભાઈ કંઈક અલગ ના કરે તો નીતા અંબાણી તો થોડી જ કહેવાય. નીતા અંબાણીની આ મહેંદી પરિવાર અને ભગવાન પ્રત્યેના તેમના પ્રેમને વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો આ વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. મહેંદીની સાથે સાથે પોતાની કિંમતી જ્વેલરી અને ડિઝાઈનર આઉટફિટ્સથી નીતા અંબાણીએ આખી ઈવેન્ટમાં વટ્ટ પાડી દીધો હતો.