આ મહિનાના અંતમાં થઈ રહ્યું છે મહા ગોચર, ધનના ઢગલામાં આળોટશે આ રાશિના લોકો…

2023નું વર્ષ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ વર્ષે સૌથી ધીમી ગતિએ ગોચર કરનારા ગ્રહો શનિ અને રાહુ-કેતુ ત્રણેય તેમની રાશિઓ બદલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિએ આ વર્ષની શરૂઆતમાં જ ગોચર કર્યું હતું, જ્યારે રાહુ-કેતુ બંને આ મહિનાના અંતમાં એટલે કે 30મી ઓક્ટોબર, 2023ના ગોચર કરવા જઈ રહ્યા છે.
અહીંયા તમારી જાણ માટે કે દર દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરનાર રાહુ-કેતુ હવે સીધા વર્ષ 2025માં ગોચર કરશે. આ માયાવી ગ્રહો અને હવે 2025માં 18મો મેના ગોચર કરશે. રાહુ- કેતુના આ ગોચરને કારણે તમામ રાશિના લોકો પર સારી નરસી ઓફર જોવા મળશે. પણ તેમ છતાં કેટલીક રાશિઓ એવી છે કે જેના પર આ ગોચરની સારી અસર જોવા મળશે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ રાશિ કે જેના પર રાહુ – કેતુની સારી અસર જોવા મળશે.
મેષ: રાહુ-કેતુના રાશિ પરિવર્તનની મેષ રાશિના જાતકો પર ખૂબ જ શુભ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને કરિયરમાં નવી તકો મળશે. આ સમયગાળા દરમિયાન તમને નવી નોકરીમાં જોડાવવાની તક મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને બધા કાર્યોમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. લાંબા અંતરની મુસાફરી પર જવાની તક મળશે.
કર્કઃ કર્ક રાશિના લોકો માટે રાહુ-કેતુનું આ ગોચર ખૂબ જ સુખદ રહેવાનું છે. જો લાંબા સમયથી તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો તેનો પણ અંત આવી રહ્યો છે. જીવનસાથી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરશો. જીવનમાં ખુશીઓનું આગમન થશે. નોકરી અને વ્યવસાય માટે સમય સારો છે.
સિંહ: સિંહ રાશિના જાતકો માટે રાહુ-કેતુ રાશિ પરિવર્તન વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે જે અંતર હતું તે હવે ઘટી શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારી કારકિર્દી બદલી શકો છો. નવી કોઈ ડીલ થઈ શકે છે.
તુલા: રાહુ-કેતુ તુલા રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. અવિવાહિતોને જીવન સાથી મળશે. વિવાહિત લોકો તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. તમારી આવકમાં વધારો થશે. મોટી બચત કરવામાં સફળતા મળશે. તમને ઈચ્છિત પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મીન: મીન રાશિના જાતકો માટે રાહુ-કેતુનું ગોચર કારકિર્દીમાં માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. બિઝનેસમેનને નવા સોદા મળી શકે છે. કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. રાહુ-કેતુનું ગોચર આ રાશિના જાતકોની લાંબા સમયની મુશ્કેલીનો અંત આવતો જણાઈ રહ્યો છે.