આજે 09-09-2025: આ વિશેષ સંયોગથી તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે, કરો આ ખાસ ઉપાય...
સ્પેશિયલ ફિચર્સ

આજે 09-09-2025: આ વિશેષ સંયોગથી તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે, કરો આ ખાસ ઉપાય…

જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રનું પણ એક આગવું મહત્ત્વ છે અને વાત કરીએ આજની તારીખની તો તે 09-09-2025 એટલે કે 9+9+9=27 થાય છે અને 2+7=9 થાય છે. આ એક ખૂબ જ વિશેષ સંયોગ છે.

આ દિવસની તારીખ અને દિવસ બંનેના સંયોજનથી ખૂબ જ પ્રભાવશાળી દિવસ બનાવશે. આ દિવસ એ લોકો માટે ખાસ છે કે જેઓ જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માંગે છે. આવો જોઈએ આ દિવસે બીજા કયા કયા સંયોગ બની રહ્યા છે-

અંક 9નું મહત્ત્વઃ
અંક જ્યોતિષ કે જેને આપણે ન્યુમરોલોજી તરીકે ઓળખી રહ્યા છીએ એમાં 9ના અંકનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, કારણ કે આ અંક મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. વાત કરીએ મંગળની તો મંગળને ઊર્જા, સાહસ અને દ્રઢતાનું પ્રતિક માનવામાં આવે છે.

ઉત્તરાભાદ્રપદ નક્ષત્રઃ
જી હા, આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આજે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર રહેશે અને આ નક્ષત્રને કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અને કામમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જ શુકનિયાળ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સંબંધ જ્ઞાન અને અધ્યાત્મિક પ્રગતિ સાથે છે.

મંગળવારનો દિવસઃ
આજે મંગળવારનો દિવસ છે અને મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સમર્પિત છે. આ માટે આ દિવસે બની રહેલો આ સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.

ચંદ્રમા મીન રાશિમાં રહેશે
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રમાને સૌથી ઝડપથી ગોચર કરતો ગ્રહ માનવામાં આવે છે અને અઢી દિવસમાં તે એક રાશિમાં બીજી રાશિમાં ગોચર કરે છે. આજે આ ખાસ દિવસે ચંદ્રમાં મીન રાશિમાં રહેશે, જે લાગણી અને કલ્પનાશીલતાનું પ્રતિક છે. તેમજ તે મનને શાંત અને એકાગ્ર કરવામાં મદદ કરે છે.

આજે કરી લો આ ખાસ ઉપાયઃ

  1. જો શક્ય હોય તો મંગળવારનું વ્રત રાખો અને આ દિવસે હનુમાનજીની પૂજા કરીને તેમને સિંદૂર અને લાલ ફૂલ અર્પિત કરો
  2. 9 નંબરનો સંબંધ ગણેશજી સાથે એટલે આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે.
  3. આજે શક્ય હોય તો લાલ રંગના કપડાં પહેરો, કારણ કે લાલ રંગ એ ઊર્જા અને સાહસનું પ્રતિક ગણાય છે
  4. ગરીબોને લાલ રંગની વસ્તુઓ દાન કરો, કારણ કે આ દાનથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે
  5. શક્ય હોય તો ધ્યાન અને યોગ કરો, આ બંનેને કારણે તમારું મન શાંત રહેશે અને તમારી ઊર્જાને સાચા કામમાં લગાવો

આ પણ વાંચો…શું તમારો મોબાઈલ નંબર છે લકી? આ રીતે જાણો એક સેકન્ડમાં…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button